PM Modi Gujarat Visit: ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટને લઈ પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ 3 રાષ્ટ્રના વડાઓ સાથે બેઠક કરશે અને સાંજે UAEના વડા સાથે બેઠક બાદ  MOU કરશે. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો અને રોડ શોમાં  હાજરી આપશે. ઉપરાંત 5 મલ્ટી નેશનલ કંપનીના CEO સાથે PM  બેઠક કરશે.





પીએમ મોદીનો કાર્યક્રમ

9:10 કલાકે પીએમ PM રાજભવનથી મહાત્મા મંદીર જવા રવાના થશે
9:20 કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે PM મોદી
9:20થી 9:30 કલાક દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
9:30થી 10 કલાક સુધી PM મોદી ટીમોર લેસ્ટે ના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે
10:10થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે PM મોદી
11:45થી 12:15 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
12:15થી 12:25 અધિકારીઓ સાથે બ્રિફિંગ
12:25થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે
1થી 1:10 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
1:15 કલાકે PM મોદી મહાત્મા મંદિરથી રવાના થશે
1:25 કલાકે રાજભવન પહોંચશે PM મોદી
1:30થી 2:45 કલાકનો સમય રાજભવનમાં અનામત રાખવામાં આવ્યો છે
2:45 કલાકે PM મોદી રજભવનથી રવાના થશે
2:55 કલાકે PM મોદી પહોંચશે હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર
3થી4 કલાક દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે PM મોદી
4:05 કલાકે PM મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાંથી રવાના થશે
4:10 PM મોદી મહાત્મા મંદિરે પહોંચશે
4:10થી 4:45 કલાકનો સમય મહાત્મા મંદિરમાં અનામત રાખવામાં આવ્યો છે
4:50 કલાકે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે PM મોદી
5:20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
5:30થી 5:40 UAEના વડાને આવકારશે
5:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના વડા રોડ શો સ્વરૂપે રવાના થશે
6:10 કલાકે PM મોદી UAEના વડા સાથે હોટલ લીલા પહોંચશે
6:15થી 8:30 દરમિયાન UAEના વડા સાથે બેઠક, MOU અને ભોજન કરશે PM મોદી
8:30 કલાકે PM મોદી રાજભવન જવા રવાના થશે
8:45 કલાકે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે PM મોદી


આ પણ વાંચો


Vibrant Gujarat Global Summit 2024: પીએમ મોદી અને મહાનુભાવનો ગોલ્ડ પ્લેટેડ વાસણમાં પીરસવામાં આવશે આ ભોજન, જુઓ લિસ્ટ


સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસીએ પહેરશે, કિંમત જાણીને ચોંકી જશો