ITBP Constable Recruitment 2023 Last Date Extended: જો તમે સરકારી નોકરી મેળવવા ઇચ્છતા હોય તો અહીં મોટી ભરતી બહાર પડી છે, કેન્દ્ર સરકારની નોકરીમાં ધોરણ 10 પાસ ઉમેદવાર આસાનીથી અરજી કરી શકે છે. ITBP કૉન્સ્ટેબલની બમ્પર પૉસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જે ઉમેદવારો રસ હોવા છતાં કોઈપણ કારણોસર અરજી કરી શક્યા નથી તેઓ હવે ફોર્મ ભરી શકે છે. આ કરવા માટે તેઓએ ITBPની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – recruitment.itbpolice.nic.in. શિડ્યૂલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હવે 10 ઓગસ્ટ 2023ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરી શકાશે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 27 જુલાઈ હતી, જે આગળ વધારવામાં આવી છે.
આટલી જગ્યાઓ માટે બહાર પડી ભરતી -
આ ભરતી અભિયાન દ્વારા કુલ 458 કૉન્સ્ટેબલ (ડ્રાઈવર)ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એ પણ જાણી લો કે આ પૉસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ડિટેલ્સમાં જાણવા માટે તમે ઉપર જણાવેલી વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો.
શું છે લાયકાત -
આ પૉસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મું અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે ઉમેદવાર પાસે હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોવું જોઈએ. જ્યાં સુધી વયમર્યાદા સંબંધિત છે, 21 થી 27 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
આ આસાન સ્ટેપ્સથી કરો અરજી -
- અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ એટલે કે recruitment.itbpolice.nic.in પર.
- અહીં New Registration પર ક્લિક કરો, આવું રજિસ્ટર પૉર્ટલની અંદર કરવું પડશે.
- હવે આ પેજ ખોલો અને આના પર લૉગિન ક્રેડેન્શિયલ્સ નાંખો અને જે પદ માટે અરજી કરવા માંગો છો, તેનું ફૉર્મ ભરી દો.
- હવે એપ્લિકેશન ભરો, ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરો અને ફી જમા કરી દો.
- આ પછી ફૉર્મ સબમિટ કરી દો, અને તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લો. આ આગળ તમારે કામ આવી શકે છે.
- આ વખતે કોઇપણ ડિટેલ જાણવા માટે માત્ર ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
Education Loan Information:
Calculate Education Loan EMI