Ahmedabad: અમદાવાદીઓ માટે એક મોટા આનંદના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદીઓને વધુ નવું નજરાણું બહુ જલદી મળશે. અટલબ્રિજ બાદ અમદાવાદીઓને વધુ એક બ્રિજ મળી શકે છે. આ માટે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. 


મળતી માહિતી પ્રમાણે, આગામી સમયમાં અમદાવાદીઓને અટલબ્રિજ બાદ એક નવું નજરાણું એલિસબ્રિજ પર મળવાનું છે. રિપોર્ટ છે કે, શહેરમાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજને બહુ જલદી વિકસાવવામાં આવશે, આ એલિસબ્રિજને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો, અંગ્રેજોએ વર્ષ 1892માં એલિસબ્રિજની વચ્ચે એક બ્રિજ બનાવ્યો હતો, જે ભાગને હવે એએમસી દ્વારા વિકસાવવામાં આવશે, એલિસબ્રિજના આ ભાગને એએમસી દ્વારા ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. ખાસ વાત છે કે, આ એલિસબ્રિજના ભાગને આગામી સમયમાં AMC ઓફિશિયલ રીતે ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવશે.




ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજનો વચ્ચેનો ભાગ હાલમાં બંધ અવસ્થામાં છે, આ ભાગ જર્જરિત થવાના કારણે વર્ષ 2008થી વાહનચાલકો માટે બંધ કરાયો હતો અને બાદમાં વર્ષ 2015થી રાહદારીઓ માટે પણ આ બ્રિજને બંધ કરવામાં આવી દીધો હતો. એલિસબ્રિજના આ ભાગને ટૂરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવશે, બ્રિજની ડિઝાઇન સાથે છેડછાડ કર્યા વિના ફરીથી એકવાર એલિસબ્રિજ તૈયાર કરવામાં આવશે, જોકે, આ તમામ કામગીરી અને ડિઝાઇનિંગની પ્રક્રિયાને આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળ્યા બાદ શરૂ કરાશે.






 


શહેરનો અટલ બ્રિજ પણ છે એક અલગ નજરાણું - 


અમદાવાદની સાબરમતી નદી અટલબ્રિજ બનાવવામાં આવ્યો છે, અને દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આની મુલાકાત લઇ રહ્યાં છે. 


80 કરોડના ખર્ચે બન્યો છે અટલ બ્રિજ


સાબરમતી નદી ઉપર રુપિયા 80 કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર ચાર સ્થળે લગાવવામા આવેલા કાચ પૈકી એક સ્થળે લગાવેલા કાચમા તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતું.27 ઓગસ્ટ, 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.તિરાડ પડેલા કાચના આસપાસના વિસ્તારને બેરીકેડસથી કોર્ડન કરી લેવાયો છે.આગામી ચારથી પાંચ દિવસમાં તૂટેલા કાચના સ્થાને નવો કાચ લગાવવામા આવશે.


સાત મહિના અગાઉ શહેરમાં આઈકોનિક એવા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ એ સમયે બ્રિજ નિર્માણને લઈ મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો તરફથી અનેક પ્રકારના દાવા કરવામા આવ્યા હતા. બુધવારે બપોરના સમયે અટલફૂટ ઓવરબ્રિજ ઉપર લગાવવામા આવેલા કાચમા તિરાડ પડી હોવાની જાણ થતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.કાચમાં તિરાડ પડવાની ઘટના અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલે કહયુ,તંત્રને જાણ થતા જ જે સ્થળે કાચમા તિરાડ પડી છે એ સ્થળની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. ઉપરાંત મુલાકાતીઓ આ સ્થળની આસપાસ જાય નહી એ માટે સિકયોરીટી ગાર્ડ પણ ફરજ ઉપર મુકવામા આવ્યા છે.