JEE Advanced 2025: વર્ષ 2025માં JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન IIT કાનપુર દ્વારા કરવામાં આવશે. પરીક્ષા માટેની સત્તાવાર વેબસાઇટ https://jeeadv.ac.in/index.html બહાર પાડવામાં આવી છે. ભારતીય અને વિદેશી નાગરિકો માટેની પરીક્ષા માટે પાત્રતા માપદંડ સહિત સત્તાવાર પોર્ટલ પર અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ મુજબ, હવે એક વિદ્યાર્થીને JEE એડવાન્સ પરીક્ષામાં બેસવા માટે ત્રણ પ્રયાસો આપવામાં આવશે. પહેલા આ સંખ્યા બે હતી, પરંતુ હવે પ્રયાસોની સંખ્યા વધારી દેવામાં આવી છે. પ્રયાસોની સંખ્યામાં વધારો થતાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
JEE એડવાન્સ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર, 2000 ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ. SC, ST અને PWD ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે. આમ આ ઉમેદવારોનો જન્મ 1, ઑક્ટોબર 1995ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ.
ઉમેદવારોએ આ બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ
- ઉમેદવારે ફરજિયાત વિષયો તરીકે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે વર્ષ 2023 અથવા 2024 અથવા 2025માં પ્રથમ વખત ધોરણ 12 (અથવા સમકક્ષ) પરીક્ષામાં હાજર રહેવું આવશ્યક છે.
- જે વિદ્યાર્થીઓ વર્ષ 2022 અથવા તે પહેલા ધોરણ 12 (અથવા સમકક્ષ) પરીક્ષામાં પ્રથમ વખત હાજર થયા હતા તેઓ JEE એડવાન્સ 2025માં બેસવા માટે પાત્ર નથી.
- જો ધોરણ 12 (અથવા સમકક્ષ) ના સંબંધિત બોર્ડે 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ અથવા તે પછી શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પરિણામો જાહેર કર્યા છે તો તે બોર્ડના ઉમેદવારો પણ JEE એડવાન્સ્ડ 2025 માં બેસવા માટે પાત્ર છે, જો કે તેઓએ અન્ય પાત્ર માપદંડ પુરા કરવા હોવા જોઇએ.
IIT કાનપુર ટૂંક સમયમાં JEE એડવાન્સ 2025 પરીક્ષા માટે માહિતી બુલેટિન બહાર પાડશે. આમાં પરીક્ષાની તારીખ, નોંધણી પ્રક્રિયા, અરજી ફી, પરીક્ષા પેટર્ન, અભ્યાસક્રમ, માર્કિંગ યોજના અને અન્ય વિગતોનો સમાવેશ થશે. આ સાથે અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સિવાય જો આપણે JEE મેઈન પરીક્ષા 2025 વિશે વાત કરીએ તો હાલમાં પ્રથમ સત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવશે. બીજા સત્રની JEE મુખ્ય પરીક્ષા એપ્રિલમાં પ્રસ્તાવિત છે.
Education Loan Information:
Calculate Education Loan EMI