JEE Main Exam dates revised: JEE Main 2024 ના સત્ર-2 ની પરીક્ષાની તારીખો CBSE વર્ગ 12 ની બોર્ડની પરીક્ષા સાથે ટકરાતી હતી જેના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેઈનની તારીખોમાં ફેરફાર કર્યો છે. CBSE એ 12 ડિસેમ્બર, 2023 ના રોજ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. જેમાં બાદમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે NTAએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ JEE મેઈનનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. બંને પરિપત્રોની સમીક્ષા કરતાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાઓની તારીખો ઓવરલેપ થઈ રહી છે.


JEE મેઇન 2024નું સત્ર-1 24 જાન્યુઆરીથી શરૂ થશે અને 1 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. જ્યારે CBSE 12માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ધોરણ 12 ની પરીક્ષા 2 એપ્રિલે પૂર્ણ થશે. પરીક્ષા છેલ્લા દિવસે સવારે 10:30 થી 1:30 દરમિયાન લેવામાં આવશે. આ દિવસે ઈન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસ, કોમ્પ્યુટર સાયન્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિષયોની પરીક્ષા લેવાશે. જ્યારે JEE મેઈનનું બીજું સત્ર 1 એપ્રિલથી 15 એપ્રિલની વચ્ચે યોજાશે.


CBSE ની વિનંતી પર JEE Mainનો કાર્યક્રમ બદલાયો


NTAના મહાનિર્દેશક સુબોધ સિંહના જણાવ્યા અનુસાર, અગાઉ NTAએ JEE Mainના બીજા સત્રની પરીક્ષા 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી નક્કી કરી હતી. હવે JEE Mainનું બીજું સત્ર 3 એપ્રિલ પછી આયોજિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, CBSEએ NTAને પરીક્ષાની તારીખ બદલવાની વિનંતી કરી હતી.


બિહાર બોર્ડના 12માના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી


બિહાર બોર્ડ 12માની પરીક્ષા 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 12મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં JEE Mainની સત્ર-1 પરીક્ષા 1 ફેબ્રુઆરીએ જ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 12માનું ગણિતનું પેપર 2જી ફેબ્રુઆરીએ છે. JEE સત્ર-1માં પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 12ના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જેમના JEE Main પરીક્ષા કેન્દ્ર કોઈ અન્ય શહેરમાં હશે. જો કે, વિદ્યાર્થીઓ પાસે JEE મેઈનના સત્ર-2માં હાજર રહેવાનો વિકલ્પ છે.                                                                                                 


Education Loan Information:

Calculate Education Loan EMI