JEE Main Session 2 Result 2023 Out: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્ધારા JEE Main Session 2 ના બીજા તબક્કાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ સત્તાવાર સાઈટ jeemain.nta.nic.in પર જોઈ શકે છે. JEE Main Session 2 ની પરીક્ષા એપ્રિલ 6, 8, 10, 11, 12, 13 અને 15, 2023 ના રોજ લેવામાં આવી હતી. JEE મેઈન ફાઈનલ આન્સર કી થોડા દિવસો પહેલા જ બહાર પાડવામાં આવી હતી. લગભગ 8 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
JEE મુખ્ય પેપર-1નું આયોજન અંડર ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ જેવા એનઆઇટી, આઇઆઇઆઇટી અને ટેકનિકલ સંસ્થાઓમાં BE, BTech અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે થાય છે. આ ઉપરાંત દેશમાં બી. આર્ક અને બી પ્લાનિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JEE મેઈનનું પેપર-2 લેવામાં આવે છે. જેઇઇ મેઇન 2023ના ટોપના અઢી લાખ ઉમેદવારો જેઇઇ એડવાન્સ 2023માં સામેલ થઇ શકશે. જેનું આયોજન IIT અને અન્ય પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ માટે કરવામાં આવશે. JEE એડવાન્સ 2023 ની પરીક્ષા 4 જૂન 2023 ના રોજ યોજાવાની છે. આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 30 એપ્રિલથી શરૂ થશે.
આ વર્ષે JEE મેઇન પરીક્ષા 13 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી. JEE મેઇન 2023 પેપર-1ના પ્રથમ તબક્કા માટે 8.6 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 6 લાખ વિદ્યાર્થીઓ અને 2.6 લાખ વિદ્યાર્થીનીઓ હતી. JEE મેઇન પેપર-2 બી આર્ક બી પ્લાનિંગ માટે 0.46 લાખએ રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાં 21000 ગર્લ સ્ટુડન્ટ્સ અને લગભગ 25 હજાર છોકરાઓનો સમાવેશ થાય છે.
આ રીતે પરિણામ તપાસો
NTA JEE ની સત્તાવાર સાઇટ jeemain.nta.nic.in પર જાવ.
સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સત્ર 2 લિંક માટે JEE મેન્સ રિઝલ્ટ 2023 પર ક્લિક કરો.
એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.
સબમિટ પર ક્લિક કરો અને તમારું પરિણામ જોવા મળશે.
પરિણામ તપાસો અને પેજ ડાઉનલોડ કરો.
વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.
JEE Main 2023 Result: JEE મેઇન્સના પરિણામો જાહેર, સુરતના વિદ્યાર્થીઓ મારી બાજી
JEE મેઇન 2023 ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ JEE Mainની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. આ અગાઉ, JEE Main ની ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે જેમાં 10 પ્રશ્નો છોડી દેવામાં આવ્યા છે. JEE મુખ્ય બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલ 6, 8, 10, 11, 12, 13 અને 15, 2023 ના રોજ યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે લગભગ 9 લાખ ઉમેદવારોએ JEE મેઈન પરીક્ષા આપી હતી. JEE Main માં ટોપ 2,50,000 માં રેન્ક મેળવનાર ઉમેદવારો જ JEE એડવાન્સ માટે અરજી કરી શકશે. JEE મેઈનના પરિણામની સાથે ટોપર્સના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. JEE મેઇન 2023 નો ઓલ ઇન્ડિયા રેન્ક JEE મેઇન ફાઇનલ રિઝલ્ટમાં ઉલ્લેખિત છે.
IIT સહિતની ટોપ એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE ના પરિણામો જાહેર થઈ ગયા છે. ટોપ 100માં સુરતના બે વિદ્યાર્થીઓ સામેલ છે. સુરતના નિશ્ચય અગ્રવાલે JEE માં ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના જ રોનવ પુરીએ ઓલ ઇન્ડિયામાં 96 મો રેન્ક મેળવ્યો છે. ગણિતમાં 99.9960059% સાથે સુરતમાં ટોપર બન્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઇન્સના પરિણામો જાહેર કર્યા છે. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ JEE મેઇન્સ આપી હતી. પ્રથમ 2.5 લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ આપી શકશે. ગત એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI