Operation Kaveri: સુડાનનની રાજધાની ખાર્તુમ સહિત અનેક સ્થળોએ ભીષણ લડાઈના અહેવાલોને કારણે દેશમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ લગભગ 1600 ભારતીયો સુરક્ષિત ઘરે પહોંચાડમાં આવ્યાં છે.
ભારત સરકાર 'ઓપરેશન કાવેરી' હેઠળ સુડાનનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. દરમિયાન, ભારતીય વાયુસેનાનું અન્ય એક વિમાન 231 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. સુડાનનમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારતીય કેરિયર ઈન્ડિગોએ જેદ્દાહથી ઉડાન ભરી હતી. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.. મુરલીધરને ટ્વીટ કર્યું કે 231 ભારતીયોને લઈને વિમાન નવી દિલ્હી પહોંચી ગયું છે.
આ 5મી આઉટબાઉન્ડ ફ્લાઈટથી 1600 ભારતીયો સુરક્ષિત વતન પહોંચી ગયા છે. ઈન્ડિગો એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સુદાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના કેન્દ્ર સરકારના મિશનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન માનવતાવાદી જરૂરિયાત માટે આગળ વધી છે, જેથી ફસાયેલા નાગરિકોને તેમના પરિવારો પાસે સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. આ પહેલા શુક્રવારે (28 એપ્રિલ) વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું હતું કે 'ઓપરેશન કાવેરી' હેઠળ અત્યાર સુધીમાં 2,100 ભારતીયો સ્વદેશ પહોંચી ગયા છે.
2,100 ભારતીયો ભારત પહોંચ્યા
ભારતીય વાયુસેનાએ 27 અને 28 એપ્રિલની રાત્રે એક સાહસિક પરાક્રમ કર્યું. ઓપરેશન અંતર્ગત એરફોર્સના C-130J એરક્રાફ્ટે એરક્રાફ્ટને અંધારામાં નાની એરસ્ટ્રીપમાં લેન્ડ કરીને 121 ભારતીયોને બચાવ્યા હતા. એરફોર્સ તરફથી મળેલી માહિતી મુજબ 121 લોકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા ગુરુવારે (27 એપ્રિલ) રાત્રે, 135 ભારતીયોને લઈને સાતમું IAF C-130J એરક્રાફ્ટ સ્વદેશ એરપોર્ટ પર પહોંચ્યું હતું. 28 એપ્રિલે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને જણાવ્યું હતું કે 'ઓપરેશન કાવેરી' હેઠળ અત્યાર સુધીમાં 2,100 ભારતીયો સ્વદેશ પહોંચ્યા છે.
સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે છેલ્લા 15 દિવસથી ભીષણ લડાઈ ચાલી રહી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સુડાનનમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા 24 એપ્રિલ સોમવારના રોજ ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં 1600 લોકોને સ્વદેશ સુરક્ષિત પહોંચાડવામાં આવ્યાં છે.
Operation Kaveri: સુદાનમાં વાયુસેનાએ વગર લાઈટે રાત્રે ઉતાર્યું વિમાન, દિલધડક રેસ્ક્યુ કરી 121 ભારતીયોને બચાવ્યા
ઓપરેશન કાવેરી' હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં 1600 નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે.
'ઓપરેશન કાવેરી' હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય નૌકાદળ અત્યાર સુધીમાં 1600 નાગરિકોને દેશમાં પરત લાવ્યા છે. આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ સુદાનમાં આશ્ચર્યજનક બચાવ કામગીરી હાથ ધરી છે. ભારતીય વાયુસેનાએ શુક્રવારના રોજ સુદાનના સૈયદના આર્મી એરપોર્ટના રનવે પર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લાઇટ વગર લેન્ડ કર્યું હતું. વાયુસેનાની ટીમે આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલા સહિત 121 ભારતીય નાગરિકોને બચાવ્યા છે.