Job Openings In India In Coming Year: આજકાલ રોજેરોજ એક યા બીજી કંપનીમાંથી કર્મચારીઓને હટાવવાના સમાચાર સામે આવે છે. મોટી કંપનીઓએ પણ નોકરીમાં મોટા પાયે છટણી કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે 2023માં જુદી જુદી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં જ 1 લાખથી વધુ નોકરીઓની છટણી કરવામાં આવી છે. જેથી હવે એવુ વાતાવરણ ઉભુ થયું છે કે, ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓને પોતાની નોકરી સુરક્ષિત નથી લાગતી. પરંતુ આ સ્થિતિમાં ભારતના યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે.
અહેવાલ મુજબ આવનારા સમયમાં ભલે દુનિયાભરના લોકોની નોકરીઓ મુશ્કેલીમાં હોય પરંતુ આપણા દેશમાં પ્રતિભાશાળી લોકો માટે કામની કોઈ કમી નહીં વર્તાય. એક સર્વે અનુસાર, લગભગ 40 ટકા CXOને લાગે છે કે અહીં નોકરીઓમાં 5 થી 15 ટકા વૃદ્ધિ થશે.
શું કહે છે રિપોર્ટ?
TOIના સમાચાર અનુસાર, બિઝનેસ અને હાયરિંગના ક્ષેત્રમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે નોકરીઓ ગુમાવવી એ આ વર્ષની સૌથી મોટી સમસ્યા બની શકે છે. પછી યોગ્ય વ્યક્તિની ભરતી અને જાળવી રાખવાનો મુદ્દો આવે છે. આમ છતાં 76 ટકા નેતાઓને લાગે છે કે આ વર્ષે ભરતીમાં વૃદ્ધિ થશે.
આવા પ્રકારના લોકોને મળશે નોકરી
સર્વેમાં એક તૃતીયાંશથી વધુ બિઝનેસ લીડર્સે જણાવ્યું હતું કે, તેઓ નોકરી પર રાખતી વખતે આ ગુણવત્તા પર મહત્તમ ધ્યાન આપશે કે કઇ વ્યક્તિને બિઝનેસ વધારવાની ભૂખ છે. ભરતી વખતે એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે, જેઓ તમારા વ્યવસાયને વધારવા માટે એક અલગ સ્તરનો ઉત્સાહ ધરાવતા હોય.
કેટલીક સંસ્થાઓનું શું માનવુ છે?
જ્યારે અન્ય સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, 22 ટકા સંસ્થાઓનું માનવું છે કે, આ ક્ષેત્રમાં અનિશ્ચિતતાના કારણે ભરતી પર અસર થશે. 19 ટકા બિઝનેસ લીડર્સ પણ માનતા હતા કે નોકરી કરતી વખતે નવીન ક્ષમતાને પણ મહત્વ આપવામાં આવશે. સંસ્થાઓ હવે તેમની કામ કરવાની રીત બદલવા માંગે છે અને આવતીકાલ વિશે વિચારતા લોકોને નોકરી પર રાખવા માંગે છે. આનો અર્થ એ છે કે સંસ્થાઓ વધુ જોખમ લેશે અને નવીનતા પર વધુ ખર્ચ કરશે.
કેટલા માને છે કે દેશમાં આવી શકે છે મંદી?
સર્વેમાં માત્ર 10 ટકા લોકોએ કહ્યું કે, આ વર્ષે ભરતીનું સ્તર ઘટી શકે છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીનમાં લોકો નોકરીને લઈને ચિંતિત છે ત્યારે ઈન્ડિયા ઈન્ક ભારતીય અર્થતંત્ર અંગે સકારાત્મક છે કારણ કે સર્વેમાં માત્ર 9 ટકા લોકો જ તેના વિશે ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે ઈ-કોમર્સ, ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI