India Job Market 2022: ભારતમાં ખાનગી ક્ષેત્રની નોકરીઓને લઈને મોટું રિસર્ચ બહાર આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે આગામી છ મહિનામાં લગભગ 86 ટકા કર્મચારીઓ રાજીનામું આપવાની યોજના બનાવી રહ્યા છે. જોબ રિક્રુટમેન્ટ એજન્સી માઈકલ પેજે આ જાણકારી આપી છે.
61 ટકા લોકો આ કારણે ઓછા વેતને કામ કરવા તૈયાર
સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે ભારતમાં લગભગ 61 ટકા લોકો જીવન અને નોકરી વચ્ચે સંતુલન રાખવા માટે ઓછા વેતન પર કામ કરવા તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેન્ડ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે અને વર્ષ 2022માં તેમાં વધુ વધારો જોવા મળી શકે છે.
કર્મચારીઓમાં નારાજગી પણ એક મોટું કારણ
રિસર્ચ મુજબ કંપનીઓની કાર્ય વ્યવસ્થા અને કોરોના સંબંધિત નીતિને કારણે કર્મચારીઓમાં નારાજગી સર્જાઈ રહી છે. 11 ટકા જેઓએ રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે તેમણે નોકરી છોડવાનું આ પહેલું કારણ આપ્યું છે. કર્મચારીઓના રાજીનામાના મુખ્ય કારણોમાં કારકિર્દીની પ્રગતિ, ભૂમિકા, ઉચ્ચ પગાર અને પોસ્ટ ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં બેરોજગારીએ માજા મુકી! 3400 તલાટીની જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા
રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. જેનો જીવતો જાગતો દાખલો છે તલાટીની ભરતીમાં ભરવામાં આવેલે ફોર્મ. તલાટી મંત્રીની 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં કેટલી હદે બેરોજગારી વધી ગઈ છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટ્યું છે.
રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે.
રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલાં 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવે છે અને યુવાનોને પૂરતી રોજગારી મળી રહે છે એવાં સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડી રહી છે. તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. એ પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી હદે પહોંચ્યું છે.
Education Loan Information:
Calculate Education Loan EMI