AIIMS Delhi Recruitment 2022: અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હીએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે પ્રમાણે એઇમ્સમાં કેટલાક પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાનમાં સામેલ થવા માટે ઉમેદવારોએ અધિકારિક સાઇટ પર જઇને નૉટિફિકેશન ચેક કરવુ પડશે, આ પદો પર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ સ્થળનુ એડ્રેસ નીચે આપવામાં આવ્યુ છે. 


ભરતીની ડિટેલ્સ - 
આ ભરતી અભિયાનના માધ્યમથી સીનિયર રેસિડેન્ટ/સીનીયર ડેમેન્સ્ટ્રેટર (નૉન-એકેડેમિક) ના 147 પદ પર ભરતી કરવામા આવશે. આ ભરતી અભિયાન એનેસ્થિસિયૉલોજી દર્દ ચિકિત્સા અને ક્રિટિકલ કેર, ઓન્કોલૉજી એનેસ્થિસિયોલૉજી, કાર્ડિયાક એનેસ્થિસિયોલૉજી, ન્યૂરો એનેસ્થિસિયોલૉજી, ફાર્માકોલૉજી, મેડિકલ અન્કોલૉજી, ઇનર્જન્સી મેડિસિન, મેડિસિન, ન્યૂરો સર્જરી, પીડિયાટ્રિક્સ, પલ્મૉનરી મેડિસિન, યૂરોલૉજી, માઇક્રોબાયૉલૉજી, કાર્ડિયોલૉજી વગેરેમાં ખાલી જગ્યાઓ ભરશે. 


યોગ્યતા - 
અધિસૂચના અનુસાર, અરજીકર્તાને કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય કે સંસ્થામાંથી એમબીબીએસ, ડીએમસી પીજી / એમડી/ એમએસ/ ડીએનબી/ એમએસી/ એમએચએ/ પીએચડી પાસ થવુ જોઇએ. 


ક્યારે થશે ઇન્ટરવ્યૂ - 
આ પદો પર ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન 9 નવેમ્બર, 2022 એ કરવામાં આવશે, ભરતી માટે આયોજિત થનારા ઇન્ટરવ્યૂના ઉમેદવારો જવાહર લાલ નહેરુ ઓડિટૉરિયમ, એઇમ્સ, નવી દિલ્હી- 110029 પર ઉપસ્થિત થઇ શકે છે. 


અરજી ફી -
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફી ની ચૂકવણી કરવી પડશે, આ ભરતી અભિયાન માટે ઉમેદવારોને 590 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફી 413 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 


 


Gujarat Elections 2022: ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બે દિવસ બેઠક, PM મોદી સહિત આ નેતા રહેશે ઉપસ્થિત


Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઘણી બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈપણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. હવે, ભાજપના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બેઠક થવા જઈ રહી છે.


9 અને 10 નવેમ્બરે થશે બેઠકઃ


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા માટે 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાન છે. 9મી તારીખે સાંજે 6:30 કલાકે શરુ થનારી  બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, જે. પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે, ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. ત્યારે ભાજપ દ્વારા 10 નવેમ્બર બાદ તરત જ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.


Education Loan Information:

Calculate Education Loan EMI