Gujarat High Court Jobs 2022: ગુજરાત હાઈકોર્ટે ખાનગી સચિવના પદો માટે ખાલી જગ્યા જાહેર કરી છે. તે માટે સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો 31 મે, 2022 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવા માટે અરજદારે hc-ojas.gujarat.gov.in સત્તાવાર સાઇટની મુલાકાત લેવી પડશે. આ ભરતી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. તેમજ અંગ્રેજી અંગ્રેજીના શોર્ટ હેન્ડમાં 120 શબ્દો પ્રતિ મિનિટની સ્પીડ હોવી જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
વય-મર્યાદા
અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે.
આટલો પગાર મળશે
નોટિફિકેશન અનુસાર આ પદો માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને 44,900 રૂપિયાથી લઈને 1,42,400 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
અંહિ અરજી કરો
અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 31 મે 2022 ના રોજ અથવા તે પહેલાં hc-ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટ દ્વારા આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્ત્વની તારીખો
- ઓનલાઇન અરજી સબમિટ કરવાની શરૂઆત: 16 મે 2022
- ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 31 મે 2022
- પ્રિલિમ્સ એક્ઝામ: જુલાઈ/ઓગસ્ટ, 2022
- ઇન્ટરવ્યૂ: નવેમ્બર/ડિસેમ્બર, 2022
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
Education Loan Information:
Calculate Education Loan EMI