GSPHC Recruitment for Civil Engineers: ગુજરાત પોલીસ આવાસ નિગમની એન્જિનિયર માટેની ભરતી બહાર પડી છે. આ અંગે આઈપીએસ હસમુખ પટેલે ટ્વિટ કર્યુ છે.  ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ એન્જીનfયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. આ અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે.


કેટલી જગ્યા પર થશે ભરતી અને શું મળશે પગાર


આ ભરતીમાં સિવિલ એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂપિયા 38,090 નો પગાર આપવામાં આવશે. આ ભરતીમાં કુલ 26 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


શૈક્ષણિક લાયકાત


આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બી.ઈ ઈન સિવિલ અથવા બી.ટેક ઈન સિવિલ એન્જીનીયરીંગ કરેલું હોવું જોઈએ.






કેવી રીતે થશે પસંદગી


આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. ત્યાર બાદ પસંદગી પામેલા ઉમેદવારોના પુરાવાની ચકાસણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


આ રીતે કરવી અરજી



  • આ ભરતીમાં અરજી કરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.

  • જે બાદ વેબસાઈટ પર આપેલ “Current Advertisement” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.

  • પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.

  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

  • ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

  • રિસિપ્ટ ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખો.


ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં કોન્ટ્રાક્ટના ધોરણે ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર સાઇટપર જઈને આ ભરતી માટે અરજી કરી શકશે. ઉમેદવારો 16 ઓગસ્ટ સુધી ભરતી માટે અરજી કરી શકે છે. નોટિફિકેશન મુજબ આ અભિયાન દ્વારા એક્ઝિક્યુટિવની 132 જગ્યાઓ ભરવામાં આવશે. અભિયાન થકી જનરલ કેટેગરીની 56 જગ્યાઓ, એસસીની 19, એસટીની 09, ઓબીસીની 35  જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 30000નો પગાર મળશે.


Education Loan Information:

Calculate Education Loan EMI