Government Scheme: આ યોજનાનો લાભ 13 થી 18 વર્ષની દીકરીઓને આપવામાં આવી રહ્યો છે. 18 વર્ષ પછી સરકાર 25,000 રૂપિયા આપે છે.
આજે સરકાર તરફથી ઘણી એવી યોજનાઓ ચાલી રહી છે, જે મહિલાઓ તથા દીકરીઓને આર્થિક રીતે સધ્ધર બનાવે છે. આવી જ એક યોજના પશ્ચિમ બંગાળ સરકાર કન્યાશ્રી પ્રકલ્પ યોજનાના નામથી ચલાવી રહી છે. કન્યાશ્રી પ્રકલ્પ યોજનાને પશ્ચિમ બંગાળ સરકારે 8 માર્ચ 2013ના વર્ષમાં બહાર પાડી હતી. આ યોજના શિક્ષણને પ્રોત્સાહન આપવા સાથે નાની ઉમરમાં લગ્ન થવાથી પણ રોકે છે.
આ યોજનામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં બાળકીઓ માટે શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેની સાથે જ વોકેશનલ પ્રોગ્રામ માટે બાળકીઓને મદદ કરવામાં પણ આવે છે. આ યોજના અંતર્ગત બાળકીઓના ખાતામાં સંપૂર્ણ રકમ મોકલવામાં આવે છે.
આ યોજનાની અંદર 2013 - 14માં શિષ્યવૃત્તિની મહતમ રકમ 500 રૂપિયા હતી જે વધીને હવે 1000 રૂપિયા કરી છે. 13 - 18 વર્ષની અપરણિત બાળકીઓને આ રકમ આપવામાં આવે છે. એટલે કે 8 થી 12 ધોરણની છોકરીઓને આ રકમ મળવા પાત્ર છે. આ યોજનાની અંદર 18 વર્ષની છોકરીઓને રૂપિયા 25000 આપવામાં આવશે.
યોજનાનો લાભ મેળવવા છોકરીનો જન્મનો દાખલો, અનમેરીડ પ્રૂફ, કુટુંબની આવકનો દાખલો જે 1,20,000થી ઓછો હોવો જોઈએ, બેંક પાસબુક જેમાં છોકરીનું નામ, સરનામું, તથા ખાતા નંબર હોવો જરૂરી છે.
આ યોજનામાં અરજી કરવા માટે, તમારે તમારી શાળામાંથી અરજીપત્રક લઈને સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. માહિતી ભર્યા પછી, તમે તેને શાળામાં સબમિટ કરી શકો છો. વેરિફિકેશન બાદ રકમ ખાતામાં મોકલવામાં આવે છે.
Bank Jobs:SBIમાં 1438 જગ્યાઓ માટે ભરતી, પરીક્ષા વિના જ થશે પસંદગી, આ ઉમેદવારો કરી શકે છે અરજી
SBI Bharti 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નિવૃત કર્મચારીઓના પદ પર બહોળા પ્રમાણમાં ભરતી કરી રહી છે.
SBI નિવૃત્ત અધિકારી ભરતી 2022: SBI બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારી તક લઈને આવી છે. અહીં નિવૃત્ત અધિકારીની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર આવી છે. આ ખાલી જગ્યાઓ ફક્ત નિવૃત્ત અધિકારીઓ માટે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1438 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેમણે છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. આ કરવા માટે, તેઓએ ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – sbi.co.in.
Education Loan Information:
Calculate Education Loan EMI