Kaushalya The Skills University: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં કૌશલ્યા-ધ સ્કીલ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ યુનિવર્સિટી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઉભી કરાશે. જેમાં જર્મનીનો મહત્વનો રોલ રહેશે.


કોને સોંપવામાં આવ્યો પ્રોજેક્ટ


આ યુનિવર્સિટી રાજ્યમાં કૌશલ્ય વિકાસ, સાહસિકતા અને કૌશલ્ય આધારિત શિક્ષણની સુવિધા અને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રીત કરશે. ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઈન્સિટ્ટયૂટ એ આ સ્કીરલ યુનિવર્સિટીના મુખ્ય વર્ટિકલ્સ પૈકીનું એક છે. આ પ્રોજેક્ટ અધિકૃત રીતે જીઆઈઝેટ ઈન્ટરનેશનલ સર્વિસિસ, જર્મનીને સોંપવામાં આવ્યો છે. કૌશલ્ય પ્રશિક્ષણમમાં સરકારી એજન્સીઓ, ઉદ્ગો અને ચેમ્બર્સની ભૂમિકાને સમજવા હેતુ સ્ટડી ક એક્સપોઝ મિશનમાં ભાગ લેવા શ્રમ રોજગાર વિભાગના અગ્રસચિવ ડો. અંજુ શર્માની આગેવાની હેઠળ છ અધિકારીઓની ટીમ જર્મનીમાં છે.


બે દિવસમાં કેટલા બાળકોનો શાળો પ્રવેશોત્સવ


ગુજરાત સરકાર દ્વારા આયોજીત 17મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળાના ધો.1માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે બીજા દિવે 1,88,650 બાળકોએ ધો.1માં પ્રવેશ મેળવ્યો. બે દિવસમાં આ કાર્યક્રમ અંતર્ગત 3,83,567 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં 1244 દિવ્યાંગ બાળકો પણ છે.


ગુજરાત રમખાણો હંમેશા રાજકીય ચશ્માથી જોવાયા, મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છેઃ અમિત શાહ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. શાહે આના પર કહ્યું કે સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા. પીએમ મોદી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમણે આવું કર્યું તેમણે હવે માફી માંગવી જોઈએ. કારણ કે મોદીજી હંમેશા કાયદાનું સમર્થન કરે છે.


ભગવાન શંકરની જેમ પીધું ઝેર


અમિત શાહે કહ્યું કે, 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરના ઝેરની જેમ ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા. આજે જ્યારે સત્ય આખરે સોનાની જેમ ચમકી રહ્યું છે ત્યારે હવે આનંદ આવી રહ્યો છે. મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી તેથી જો બધું સાચું હશે તો પણ અમે કંઈ કહીશું નહીં.. ફક્ત ખૂબ જ મજબૂત મનનો માણસ જ આ સ્ટેન્ડ લઈ શકે છે.


મોદીની પણ પૂછપરછ થઈ હતી, કોઈએ વિરોધ પ્રદર્શન નહોતું કર્યું


શાહે કહ્યું, "સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો છો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પછી કોઈએ કર્યું. કોઈ ધરણા-પ્રદર્શન નહોતું થયું અને અમે સહકાર આપ્યો. કાયદા સાથે અને મારી ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરણા-પ્રદર્શન થયું ન હતું. જે લોકોએ મોદી પર આક્ષેપો કર્યા છે, જો તેમનામાં વિવેક હોય તો તેમણે મોદી અને ભાજપના નેતાની માફી માંગવી જોઈએ.


Education Loan Information:

Calculate Education Loan EMI