Gujarat Covid-19 Update: દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધ્યા છે. ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના નવા કેસનો આંક 400થી નીચે આવ્યો છે. છેલ્લા 24કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. 27 ફેબુ્રઆરી એટલે કે 117 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક બે હજારને પાર થયો છે. રાજ્યમાં હાલ 2098 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે.


છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 155-ગ્રામ્યમાંથી 2 સાથે 157 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાંથી છેલ્લા 24 દિવસમાં 1963 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો સામે આવી રહ્યો છે.  સુરત શહેરમાં 59-ગ્રામ્યમાં 15 સાથે 74, વડોદરા શહેરમાં 34-ગ્રામ્યમાં 6 સાથે 40, નવસારીમાંથી 16, ભાવનગર શહેરમાં 9-ગ્રામ્યમાં 2 સાથે 11, વલસાડમાં 11, ગાંધીનગર શહેરમાં 7-ગ્રામ્યમાં 2 સાથે 9, બનાસકાંઠા-ભરૃચ-રાજકોટ શહેરમાં 7, જામનગર શહેરમાંથી 6-ગ્રામ્યમાંથી 1 સાથે 7,  આણંદ-સુરેન્દ્રનગરમાંથી 6, અરવલ્લી-કચ્છ-મોરબી-અમરેલી-પોરબંદરમાંથી 3, દાહોદ-ગીર સોમનાથ-ખેડા-મહેસાણા-તાપીમાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા.


જૂનમાં અત્યાર સુધીમાં 3861 લોકો સંક્રમિત


જૂનના 24  દિવસમાં ગુજરાતમાંથી કુલ 3861 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ 1009, સુરતમાં 372, વડોદરામાં 232, ગાંધીનગરમાં 72, રાજકોટમાં 69 સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં ચાર મહિનાથી વધુ સમય બાદ એક્ટિવ કેસનો આંક એક હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 209 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 12,16,245 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.94 ટકા છે.


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ



  • એક્ટિવ કેસ : 2098

  • કુલ દર્દી સાજા થયા: 12,16,245,

  •  કુલ મૃત્યુ: 10946

  • કુલ વેક્સિનેશન ડોઝ: 11.12 કરોડ

  • કુલ પ્રીકોશન ડોઝ: 39.27 લાખ,

  • કુલ કોવિડ ટેસ્ટ: 42.42  કરોડ,

  •  ક્વોરેન્ટાઇન હેઠળ વ્યક્તિ: 1590