Kerala News: કેરળમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ દરમિયાન છોકરીઓને કથિત રીતે બ્રા ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. એક વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી ત્યારે મામલો સામે આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, પરીક્ષા માટે હૉલમાં પ્રવેશ કરતા પહેલા સિક્યોરિટી ચેકમાં પોતાની બ્રામાં મેટલ હુક હોવાના કારણે બીપનો અવાજ આવ્યો હતો, ત્યારબાદ તેને બ્રા ઉતારવાની ફરજ પડી હતી.


શું છે મામલો


કોલ્લમ જિલ્લાના નીટ સેન્ટર માર્થોમા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની એક મહિલા સિક્યોરિટી ગાર્ડે તપાસ દરમિયાન વિદ્યાર્થીને બ્રાના હૂકના કારણે તેણે પોતાની બ્રા કાઢી નાખવી કહ્યું હતું. યુવતીએ વિરોધ કર્યો તો તેને કહેવામાં આવ્યું કે જો તે બ્રા નહીં હટાવે તો મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે. આશ્ચર્યની વાત એ છે કે ફરિયાદ મુજબ યુવતીને કહેવામાં આવ્યું હતું કે તમારું ભવિષ્ય તમારા માટે મોટું છે કે ઇનરવેર? તેને ઉતારી લો અને અમારો સમય બગાડશો નહીં.


જાણો શું કહ્યું ફરિયાદમાં...


મામલો સામે આવ્યા બાદ પરીક્ષા કેન્દ્રએ આ સમગ્ર મામલે કોઇ જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો છે. કોલ્લમ પોલીસે પુષ્ટિ આપી છે કે માતાપિતાએ ફરિયાદ નોંધાવી છે કે અનેક છોકરીઓને તેમના અન્ડરવેર કાઢવાની ફરજ પડી હતી. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, "સિક્યોરિટી ચેકિંગ દરમિયાન મારી દીકરીને કહેવામાં આવ્યું હતું કે તેની બ્રામાં હૂકના કારણે મેટલ ડિટેક્ટરમાં બીપ અવાજ છે. તેમણે જણાવ્યું કે 90 ટકા વિદ્યાર્થિનીઓને ઈનરવેર ઉતારી લેવામાં આવ્યા હતા જેના કારણે પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થિની માનસિક રીતે પરેશાન હતી.




Education Loan Information:

Calculate Education Loan EMI