LIC AAO Admit Card 2023: LIC એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (AAO)  2023  ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દિધુ છે.  ઉમેદવારાઓ ભારતીય જીવન વીમા નિગમ(LIC) ભરતીમાં આવેદન કર્યું હતું, તેઓ હવે LICની આધિકારીક વેબસાઈટ licindia.in પર જઈને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. 


LIC આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (AAO) ભરતી અભિયાનના માધ્યમથી કુલ 300 ખાલી પદ ભરવામાં આવશે. એલઆઈસી એએઓ પ્રીલિમ્સ પરીક્ષા 17 અને 20 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે મેઈન પરીક્ષા 18 માર્ચ 2023ના રોજ થશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તે તમે નીચે જોઈ શકો છો. 



LIC AAO 2023 Admit Card: જાણો કઈ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું


સ્ટેપ 1: સૌથી પહેલા LICની આધિકારીક વેબસાઈટ  licindia.in પર જાઓ. 
સ્ટેપ 2:હોમ પેઈઝ પર 'Career—Recruitment of AAO(Generalist)-2023' લિંક પર ક્લિક કરો. 
સ્ટેપ 3: એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. 
સ્ટેપ 4: જરુરી ઓળખ દાખલ કરી લોગ ઈન કરો. 
સ્ટેપ 5: તમારુ એડમિટ કાર્ડ સ્ક્રીન પર ખુલી જશે. 
સ્ટેપ 6:  તેને ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખો 


જણાવી દઈએ જે ઉમેદવારો પ્રીલિમ્સ પરીક્ષામાં ક્વોલિફાય થશે તેમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મેન્સ ક્લિયર કરનાર ઉમેદવારોએ ઈન્ટરવ્યુ રાઉન્ડ માટે હાજર રહેવું પડશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે LIC ભરતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી માટે વેબસાઇટ પર નજર રાખે. 


Jobs : કોમ્પ્યુટરની આ ભાષા શીખી લીધી તો કંપની સામેથી બોલાવી આપશે લાખોનો પગાર


આજકાલ દરેક વ્યક્તિ પૈસા કમાવા માંગે છે. સારી નોકરી મેળવવા માટે યુવાનો ઘણા પ્રકારના કોર્સ કરે છે જેથી તેઓ સારા પગાર પેકેજ સાથે નોકરી મેળવી શકે. આજે અમે તમને કેટલીક એવી કોમ્પ્યુટર લેંગ્વેજ વિશે માહિતી આપીશું જેને શીખ્યા પછી તમે લાખો રૂપિયાના પગાર સાથે નોકરી મેળવી શકો છો. દેશમાં ઘણા ડિજિટલ પ્લેટફોર્મ છે જે તમને આ અભ્યાસક્રમો સંપૂર્ણપણે મફતમાં પ્રદાન કરે છે. ચાલો જાણીએ તે કોમ્પ્યુટર લેંગ્વેજ કોર્સ વિશે જે કર્યા પછી તમે લાખો રૂપિયાના પગાર સાથે નોકરી મેળવી શકો છો.


Java : Javaએ વિશ્વની સૌથી વધુ વ્યાપક પ્રોગ્રામિંગ ભાષાઓમાંની એક છે. આ શીખ્યા પછી તમે કંપનીઓમાં ઉચ્ચ પગારની નોકરી મેળવી શકો છો. જાવા કોમ્પ્યુટર ભાષા શીખવા માટે તમે ઇન્ટરનેટ પર કોર્સ કરી શકો છો. ઇન્ટરનેટ પર ઘણી કંપનીઓ પણ આ કોર્સ મફતમાં ઓફર કરે છે જે તમે કરી શકો છો. જો આપણે ભારતની વાત કરીએ તો જાવા ડેવલપરની સરેરાશ સેલેરી 5 લાખથી 12 લાખ રૂપિયા વાર્ષિક છે.


Python: Python એ લોકપ્રિય પ્રોગ્રામિંગ લેંગ્વેજમાંની એક પણ છે અને તેનો ઉપયોગ ફાઇનાન્સ, હેલ્થ કેર અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે. જાવાની જેમ તમે કમ્પ્યુટર ભાષા પાયથોન શીખવા માટે ઇન્ટરનેટની મદદ લઈ શકો છો. ભારતમાં પાયથોન ડેવલપર્સ દર વર્ષે લગભગ 5 થી 15 લાખ રૂપિયા કમાય છે.


C++: C++ એ સામાન્ય હેતુવાળી પ્રોગ્રામિંગ ભાષા છે જેનો ઉપયોગ સિસ્ટમ સોફ્ટવેર, ગેમ ડેવલપમેન્ટ અને ડેસ્કટોપ એપ્લિકેશનના વિકાસ માટે થાય છે. આજે, C++ ડેવલપરની માંગ પણ ઘણી વધારે છે. C++ ડેવલપરનો સરેરાશ પગાર પ્રતિ વર્ષ 5 થી 15 લાખ રૂપિયા છે. ઇન્ટરનેટ પર ઘણી સંસ્થાઓ આ ભાષા અભ્યાસક્રમ મફતમાં ઓફર કરે છે.


સ્વિફ્ટ: સ્વિફ્ટ એ Apple દ્વારા વિકસિત એક ખૂબ જ શક્તિશાળી, સામાન્ય હેતુવાળી પ્રોગ્રામિંગ ભાષા છે. જેનો ઉપયોગ Mac OS, iOS અને Watch OS પ્લેટફોર્મ માટે સોફ્ટવેર વિકસાવવા માટે થાય છે. દેશમાં સ્વિફ્ટ ડેવલપરનો સરેરાશ પગાર રૂ. 6 લાખથી રૂ. 20 લાખની વચ્ચે હોય છે. અન્ય ભાષાના અભ્યાસક્રમોની જેમ, તમે તેને ઇન્ટરનેટની મદદથી પણ કરી શકો છો.


Education Loan Information:

Calculate Education Loan EMI