Madhya Pradesh Pre-Board Exam: કોરોનાના વધતા જતા કેસોને કારણે પરીક્ષાઓ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જે સંદર્ભે તમામ રાજ્યોના બોર્ડ પોતપોતાની રીતે પરીક્ષાનું આયોજન કરવા માટે મંથન કરી રહ્યા છે. દરમિયાન, મધ્યપ્રદેશના શાળા શિક્ષણ વિભાગે એમપી પ્રી-બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકે છે.
રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે પ્રી-બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જે અંગે એમપી શાળા શિક્ષણ વિભાગ દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી છે. વિભાગે કહ્યું છે કે શાળા શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર 2021-22 માટે ધોરણ 10મા અને 12મા ધોરણની પ્રી-બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. ધોરણ 10મી પ્રી-બોર્ડ પરીક્ષા 20.01.2022 થી 28.01.2022 સુધી અને ધોરણ 12મી પ્રી-બોર્ડ પરીક્ષા 20.01.2022 થી 31.01.202 સુધી ટેક હોમ તરીકે લેવામાં આવશે.
આ દિવસે આન્સરશીટ જમા કરાવવાની રહેશે
પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ ધોરણ 10 માટે 28 જાન્યુઆરી અને 12મા ધોરણ માટે 1 ફેબ્રુઆરીએ તેમની સંબંધિત શાળાઓમાં જવાબ પત્રકો સબમિટ કરવાના રહેશે. મૂલ્યાંકન પ્રક્રિયા શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીઓ 5 ફેબ્રુઆરી, 2022 સુધી તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓ ચકાસી શકશે.
શિડ્યૂલ ફાળવવામાં આવશે
માહિતી અનુસાર, વિદ્યાર્થીઓને એક શિડ્યુલ ફાળવવામાં આવશે જેમાં તેઓએ તેમની સંબંધિત શાળાઓમાંથી તેમના પ્રશ્નપત્ર અને ઉત્તરવહી મેળવવાની રહેશે. વધુ સંબંધિત વિગતો માટે MPBSE ની સત્તાવાર સાઇટની મુલાકાત લો.
આ પણ વાંચોઃ ભારતમાં એક જ અઠવાડિયામાં કેટલા લાખ લોોકોને અપાયો પ્રીકોશનરી ડોઝ, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું
'કપિલ શર્મા શો'ના એક્ટરની પત્નિએ રેડ બિકિનીમાં બેડ પર સૂતાં આપ્યો હોટ પોઝ, તસવીર થઈ વાયરલ
50 વર્ષના ઉચ્ચ અધિકારીએ 18 વર્ષની છોકરી સાથે 'પિતા સમાન' બનીને નિકટતા વધારીને પછી બાંધ્યા શરીર સંબંધ, સંબંધોમાં આવ્યો જોરદાર વળાંક
Education Loan Information:
Calculate Education Loan EMI