Precaution Dose: દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. પાછલા થોડા દિવસોથી દેશમાં રોજના બે લાખથી વધારે કેસ આવી રહ્યા છે. આ દરમિયાન 10 જાન્યુઆરીથી દેશમાં પ્રિકોઝન ડોઝ આપવામાં આવી રહ્યો છે. હેલ્થકેર એન્ડ ફ્રન્ટલાઇન વર્કર્સ, 60 વર્ષથી મોટી વયના નાગરિકોને આ ડોઝ આપવામાં આવી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ચુક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, જે લોકો પ્રિકોશન ડોઝ લેવા પાત્ર છે તેમને વહેલી તકે ડોઝ લઇ લેવા માટે હું વિનંતી કરું છું.


ભારતમાં રસીકરણની શું છે સ્થિતિ


ભારતમાં રસીકરણ શરૂ થયાને થોડા દિવસ પહેલા જ એક વર્ષ પૂરું થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 158,04,41,770 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 79,91,230 ડોઝ આપવામાં આવ્યા હતા.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018  નવા કેસ નોંધાયા છે અને 310 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17, 36,628 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8891 થયા છે. દેશમાં 17 જાન્યુઆરીએ 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.



  • કુલ એક્ટિવ કેસઃ 17,36,628

  • કુલ ડિસ્ચાર્જઃ  3,53,94,882

  • કુલ મૃત્યુઆંકઃ  4,86,761




આ પણ વાંચોઃ 50 વર્ષના ઉચ્ચ અધિકારીએ 18 વર્ષની છોકરી સાથે 'પિતા સમાન' બનીને નિકટતા વધારીને પછી બાંધ્યા શરીર સંબંધ, સંબંધોમાં આવ્યો જોરદાર વળાંક


કોંગ્રેસના ટોચના નેતાનો બફાટ, હું મોદીને મારી શકું ને ગાળો પણ આપી શકું......હોહા થતાં કહ્યું, હું તો ગુંડાની વાત કરતો હતો.....