ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોએ તેના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મીશોનું માનવું છે કે જો કર્મચારીઓ ખુશ હશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કર્મચારીઓ ખુશ હશે તો મહેનત કરશે. આથી કંપનીએ 11 દિવસની રજા જાહેર કરી છે.






માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે કંપનીએ સતત બીજા વર્ષે 11 દિવસ માટે 'રીસેટ અને રિચાર્જ બ્રેક'ની જાહેરાત કરી છે. મીશોએ તેની વેબસાઇટ પર આ વિશે માહિતી આપી છે. કંપનીનું કહેવું છે કે આ રજાઓ પાછળ કંપનીનો હેતુ કર્મચારીઓને માનસિક થાકમાંથી મુક્ત કરવાનો છે. કંપનીના જણાવ્યા અનુસાર તહેવારોની સીઝન બાદ કંપની કર્મચારીઓને આ રજાઓ આપશે. આ રજાઓ તહેવારોની સિઝન પછી 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આપવામાં આવશે.


રીસેટ અને રિચાર્જ માટે બ્રેક


ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરતા કંપનીના સ્થાપક અને CTO સંજીવ બરનવાલે કહ્યું કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય અમારા કર્મચારીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો છે. સતત બીજા વર્ષે અમે કર્મચારીઓ માટે 11 દિવસના બ્રેકની જાહેરાત કરી છે. આગામી તહેવારો પછી મીશોના કર્મચારીઓ 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીની રજાઓનો ઉપયોગ તેમના માનસિક થાકને દૂર કરવા માટે કરી શકશે. કર્મચારીઓ આ રજાઓનો ઉપયોગ તેમના પરિવાર સાથે સમય પસાર કરવા, ક્યાંક મુસાફરી કરવા માટે કરી શકે છે.


મીશોના ફાઉન્ડર અને સીઈઓ વિદિત અત્રેએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે અવકાશયાત્રીઓને પણ બ્રેકની જરૂર હોય છે. કંપનીમાં 'મૂનશોટ મિશન' પર કામ કરતા લોકોને પણ બ્રેકની જરૂર હોય છે. અગાઉ મીશોએ અનંત કલ્યાણ વેકેશન, પેરેંટલ લીવના 30 અઠવાડિયાની જાહેરાત કરી છે.


આ પણ વાંચોઃ


Cricket: સાત રનમાં ગુમાવી છ વિકેટ છતાં આ ટીમ જીતી મેચ, 16 વર્ષમાં પ્રથમવાર બની આવી ઘટના


બાઈક રેસિંગની Moto GPમાં ડેબ્યુ કરશે ભારત, 2023માં થશે Bharat Grand Prixનું આયોજન


Hardik Pandya ના ટ્વીટ પર પાક. એક્ટ્રેસને ભારતીય ટીમની મજાક ઉડાવવી ભારે પડી, લોકોએ આ રીતે ટ્રોલ કરી


Education Loan Information:

Calculate Education Loan EMI