તમે ક્રિકેટના મેદાન પર ઘણી રોમાંચક મેચ જોઈ હશે, પરંતુ તાજેતરમાં જ રમાયેલી એક મેચે સમગ્ર દુનિયાના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યુ છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વન 2022 દરમિયાન essex અને lancashire  વચ્ચે મેચ રમાઈ હતી. મેચ માત્ર 750 બોલમાં સમાપ્ત થઈ અને 2006 પછી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તમામ 40 વિકેટો પડી હતી.






ટોસ જીત્યા પછી lancashire ની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને માત્ર 131 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.  ટીમ તરફથી સૌથી વધુ રન ટોમ બેઈલીએ બનાવ્યા હતા. તેણે 24 રન બનાવ્યા હતા. essex તરફથી સિમોન હાર્મરે 5 વિકેટ લીધી હતી.






આ પછી બેટિંગ કરવા ઉતરેલી essex ની ટીમના બેટ્સમેનોએ પણ નિરાશ કર્યા અને આખી ટીમ 107 રનમાં સમેટાઈ ગઈ હતી.  આ નાના સ્કોર છતાં lancashireની ટીમે 24 રનની લીડ મેળવી હતી. essex ની પ્રથમ ઈનિંગમાં એલિસ્ટ કૂકે 40 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે Lancashire તરફથી ટોમ બેઈલી ચમક્યો હતો જેણે 5 વિકેટ લીધી હતી.


જ્યારે lancashireના બેટ્સમેનો 24 રનની લીડ મેળવ્યા બાદ બીજી ઇનિંગ શરૂ કરી ત્યારે તેમનું પ્રદર્શન પ્રથમ ઇનિંગ કરતા પણ ખરાબ રહ્યુ હતું.  ટીમે માત્ર 7 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ લોઅર ઓર્ડરના બેટ્સમેનોની મદદથી lancashireએ બીજી ઇનિંગમાં 73 રન બનાવ્યા હતા. lancashireએ essex ને જીતવા માટે 98 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


આ સ્કોર સામે essex ની આખી ટીમ માત્ર 59 રન જ બનાવી શકી અને lancashire 38 રનથી મેચ જીતી લીધી. આ દરમિયાન જ્યોર્જ બાલ્ડરસને 5 અને વિલ વિલિયમ્સે 4 વિકેટ ઝડપી હતી. Essex અને Lancashire વચ્ચેની મેચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિલ્હી અને ઓડિશા વચ્ચેની મેચનો રેકોર્ડ તોડ્યો હતો. 2008માં આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ 773 બોલમાં સમાપ્ત થઈ હતી.