માર્ક ઝુકરબર્ગની કંપની મેટા ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને રિયાલિટી લેબ્સ સહિત અનેક વિભાગોમાં કર્મચારીઓની છટણી કરી રહી છે. મેટા પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીમાં કેટલાક ફેરફારો થવાના છે. આ ફેરફારો કેટલીક ટીમોને તેમના લાંબા ગાળાના વ્યૂહાત્મક લક્ષ્યો અને વ્યૂહરચના સાથે તાલમેલ બેસાડવા માટે કરવામાં આવી રહ્યા છે.
મેટાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આમાં કેટલીક ટીમોને અલગ-અલગ સ્થાનો પર ખસેડવાનો અને કેટલાક કર્મચારીઓને અલગ-અલગ ભૂમિકાઓમાં ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે. એવી પરિસ્થિતિઓમાં જ્યાં કોઈ ભૂમિકા સમાપ્ત થઇ જશે તો અમે પ્રભાવિત થયેલા કર્મચારીઓ માટે અન્ય તકો શોધવા માટે સખત મહેનત કરીશું." મેટા કેટલા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે તે વર્જની રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સંકેત આપ્યો છે કે ઓછી સંખ્યામાં કર્મચારીઓની છટણી થશે
લોસ એન્જલસની ઓફિસમાં પણ છટણી થઈ હતી
એક અલગ અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે મેટાએ તાજેતરમાં તેની લોસ એન્જલસ ઓફિસમાં લગભગ બે ડઝન કર્મચારીઓની છટણી કરી છે. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે કર્મચારીઓએ તેમના દૈનિક ફૂડ ક્રેડિટનો દુરુપયોગ કર્યો હતો. દરેકની કિંમત 25 અમેરિકન ડોલર હતી જેનો ઉપયોગ તેમણે બિન-ખાદ્ય વસ્તુઓ ખરીદવા માટે કરી છે. આ છટણી લગભગ ગયા અઠવાડિયે થઈ હતી.
2022 થી 21,000 કર્મચારીઓને છૂટા કર્યા
નોંધનીય છે કે મેટાએ વર્ષ 2022થી લગભગ 21,000 નોકરીઓમાં કાપ મુક્યો છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે 2023ને “Year of Efficiency” ગણાવ્યું હતું.
એરબસ પણ છટણી કરવા જઇ રહી છે
એવિએશન સેક્ટરની દિગ્ગજ કંપની એરબસ પણ છટણી કરવા જઇ રહી છે. કંપની લગભગ 2,500 લોકોને છૂટા કરવા જઈ રહી છે. એરબસની મુખ્ય હરીફ બોઇંગે પહેલેથી જ મોટી છટણીની જાહેરાત કરી છે. કંપનીએ ડિફેન્સ અને સ્પેસ ડિવિઝનમાંથી છટણી કરવાનો નિર્ણય કર્યો છે. આ વિભાગોમાં લગભગ 35 હજાર કર્મચારીઓ કામ કરે છે. કંપનીનું કહેવું છે કે વધતા ખર્ચ અને ડિફેન્સ પ્રોજેક્ટ્સમાં વિલંબના કારણે આ કડક નિર્ણય લેવો પડ્યો છે
Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે
Education Loan Information:
Calculate Education Loan EMI