NATA Vs JEE Paper-2 : આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન ધરાવતા વિદ્યાર્થીઓ પાસે બે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિકલ્પ છે. બેચલર ડિગ્રી એટલે કે આર્કિટેક્ચરમાં B.Tech માટે બે મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ છે. એક JEE પેપર-2 અને બીજી NATA એટલે કે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર. બંન્નેથી બેચલર ડિગ્રીમાં એડમિશન લેવાય છે. તેથી તે ખૂબ જ મૂંઝવણભર્યું બની જાય છે કે શેમાં જોડાવવું જોઈએ. ચાલો જાણીએ બે પરીક્ષાઓ વચ્ચેનો તફાવત. આ પછી વિદ્યાર્થીઓ જાતે નક્કી કરી શકે છે કે તેમના માટે શું સારુ છે.
NATA નું ફૂલ ફોર્મ છે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેકચર. તે આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ લેવા માટે છે. તેના દ્વારા બી.ટેક ઇન આર્કિટેક્ચર અને બી.ટેક ઇન પ્લાનિંગ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. NATA પ્રવેશ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવે છે. NATA 2024 માટે રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે. તેનું આયોજન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન આર્કિટેક્ચર દ્વારા કરવામાં આવે છે. જે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર જેવી જ સંસ્થા છે.
JEE Mains ની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. દરેક વિદ્યાર્થી જેઇઇ મેઇન્સમાં ત્રણ વર્ષમાં એટલે કે છ વખત પરીક્ષા આપી શકે છે. JEE Mains ના બે પેપર છે. પેપર-1 અને પેપર-2. પેપર-2 એ આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગના બેચલર ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. JEE પેપર-2 સ્કોરના આધારે, IIT, NIT, GFTI અને CFTI માં B.Tech in Architecture અને B.Tech in Planning કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે.
NATA અને JEE પેપર-2 વચ્ચેનો પ્રથમ તફાવત એ બંનેમાં પૂછવામાં આવેલા પ્રશ્નો છે. JEE પેપર-2 અને NATA બંનેમાં જનરલ એપ્ટિટ્યુડ, ડ્રોઇંગ અને મેથેમેટિક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે. પરંતુ NATAમાં ચિત્ર અને અવલોકન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે JEE પેપર-2 વધુ ગાણિતિક છે. આ ઉપરાંત JEE પેપર-2માં કુલ 83 પ્રશ્નો છે જ્યારે NATAમાં માત્ર 62 પ્રશ્નો છે. ભાષાના સંદર્ભમાં બીજો તફાવત જોવા મળે છે. JEE પેપર-II હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 13 ભાષાઓમાં લેવામાં આવે છે. જ્યારે NATAનું પેપર માત્ર અંગ્રેજીમાં છે.
કોલેજોના સ્કોર્સ સ્વીકારવામાં NATA અને JEE પેપર-2 વચ્ચે પણ તફાવત છે. NATA સ્કોરના આધારે સમગ્ર દેશમાં 500 થી વધુ કોલેજો B.Tech આર્કિટેક્ચર, પ્લાનિંગ અને ડિઝાઇન કોર્સમાં પ્રવેશ લે છે. આમાં ઘણી NIT નો પણ સમાવેશ થાય છે. બીજી તરફ JEE પેપર-2 સ્કોર માત્ર IIT, ઘણી NIT, GFTI અને CFTI દ્વારા જ સ્વીકારવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો JEE પેપર-2 કોલેજના વિકલ્પો મર્યાદિત કરે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI