નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, NHAI એ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર અને મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. લાયક ઉમેદવારો NHAI ની સત્તાવાર વેબસાઇટ nhai.gov.in પર જઈને આ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 મે 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 80 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.


ખાલી જગ્યાની વિગતો


આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 80 જગ્યાઓ ભરવામાં આવશે. આ અંતર્ગત જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 23 જગ્યાઓ, ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 26 જગ્યાઓ અને મેનેજર (ટેક્નિકલ)ની 31 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.


શૈક્ષણિક લાયકાત જાણો


જનરલ મેનેજર (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય ગ્રુપ A સેવામાં 14 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) ઉમેદવારો માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ અને હાઈવે, રોડ અને બ્રિજ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પ્રોજેક્ટ્સમાં છ વર્ષનો અનુભવ હોવો જોઈએ.


કેવી રીતે અરજી કરવી તે જાણો


આ ભરતી માટે ઓનલાઈન સબમિટ કરેલી અરજીની પ્રિન્ટ આઉટ લઈ  અને અન્ય દસ્તાવેજો સાથે ભરેલું અરજીપત્રને અંતિમ તારીખ પહેલા  “ ડીજીએમ (એચઆર  એન્ડ એડમિન -આઈએ/ આઈબી,  નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા, પ્લોટ નંબર G5-6, સેક્ટર 10 દ્વારકા, નવી દિલ્હી-110075 પર મોકલવાની રહેશે.  શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા સહિત અન્ય માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સૂચના જોઈ શકે છે.



પગારની વિગતો જાણો
જનરલ મેનેજર (ટેક્નિકલ) – રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 રુપિયા
ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) – રૂ. 78,800 થી રૂ. 2,09,200 રુપિયા
મેનેજર (ટેક્નિકલ) – રૂ. 67,700 થી રૂ. 2,08,700 રુપિયા


Education Loan Information:

Calculate Education Loan EMI