IB Bharti 2023: મિનિસ્ટ્રી ઓફ હૉમ અફેયર્સના અંડર આવનારી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ થોડાક સમય પહેલા જ કેટલાય પદો માટે એક બમ્પર ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા 21 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, જે પછી આને આગળ લંબાવીને 28 જાન્યુઆરી 2023 કરી દેવામાં આવી હતી, તે કેન્ડિડેટ્સ જે આ પદો પર અરજીની યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તે લાસ્ટ ડેટ આવે ત્યાં સુધી બતાવવામાં આવેલા ફોર્મેટમાં ફૉર્મ ભરી શકે છે.
આ પદોની વિશેષતા એ છે કે આના માટે 10મું પાસ કેન્ડિડેટ્સ જે મેડિકલ અને ફિઝિકલી એકદમ ફિટ છે, તેઓ જ માત્ર અરજી કરી શકે છે.
માત્ર ઓનલાઇન થશે અરજી -
ઇન્ટેલિજન્સ બ્યૂરોની આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 1675 પદો ભરવામા આવશે, આ અંતર્ગત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને સિક્યૂરિટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યૂટિવ જેવા પદો પર ભરતી થશે. એ પણ જાણી લો કે આ વેકેન્સી માત્ર ઓલાઇન જ એપ્લાય કરી શકાય છે. આ માટે એમએચએ એટલે કે મિનિસ્ટ્રી ઓફ હૉમ અફેયર્સની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ – mha.gov.in.
કોણ કરી શકે છે અરજી -
આ પદો પર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકે છે. આની સાથે જ કેન્ડિડેટ્સને કૉમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે, અને તે ભારતનો નાગરિક હોવો જોઇએ. આ ઉપરાંત તેનો કોઇપણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ ના હોવો જોઇએ. આની સાથે જ કેન્ડિડેટ્સની જે રીઝનમાં પૉસ્ટિંગ થાય છે, તે તે ત્યાની ભાષાનુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ. ઉંમરમર્યાદા આ માટે 18 થી 27 વર્ષની નક્કી કરવામાં આવી છે.
સિલેક્શન માટે આપવી પડશે તબક્કા વાઇસ પરીક્ષાઓ -
આ પદો પર સિલેક્શન અનેક તબક્કાની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. સૌથી પહેલા લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવશે, જેને પાસ કરનારા કેન્ડિડેટ્સે ઇન્ટરવ્યૂ આપવુ પડશે, ઇન્ટરવ્યૂ ક્લિયર કરનારા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ માટે બોલવવામાં આવશે, અન્ય કોઇપણ વિશે ડિટેલમાં જાણકારી હાંસલ કરવા માટે અધિકારીક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી શકો છો.
New Jobs: ગ્રેજ્યૂએટ ઉમેદવારો માટે ખાસ ભરતી, મહિને 70 હજાર પગાર, એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 13 ફેબ્રુઆરી, વાંચો...
Engineering Projects Limited Jobs 2023: એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીમાં જવાનો બેસ્ટ મોકો આવ્યો છે. આ ભરતી અભિયાન એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડમાં 30 પદો પર ભરતી માટે ચલાવવામાં આવ્યુ છે. આ ભરતી માટે ઉમેદવાર 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.
Engineering Projects Limited Recruitment 2023: -
એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અનુસાર, સંસ્થામાં મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવશે. જેના માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે ઉમેદવાર અધિકારીક વેબસાઇટ epi.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી, 2023 છે.
ખાલી પદો -
આ ભરતી અભિયાનના માધ્યમથી 30 પદો પર ભરતી કરવામાં આવશે.
યોગ્યતા -
ઉમેદવારોની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાથી પદાનુસાર સંબંધિત વિષયોમાં ગ્રેજ્યૂએશન/ પૉસ્ટ ગ્રેજ્યૂએશન /બીઇ / બીટેક / એએમઆઇઇ/ સીએ /એમબીએ ડિગ્રી તથા અન્ય નિર્ધારિત પાત્રતાઓ તથા કાર્ય કરવાનો અનુભવ હોવો જોઇએ.
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 32 / 35 / 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા -
આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે શૉર્ટલિસ્ટિંગ પ્રક્રિયા / લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે.
પગાર ધોરણ -
આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને પદાનુસાર 40,000/50,000/ 70,000 રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI