NEET 2022: રાષ્ટ્રીય સ્તરની સ્નાતક તબીબી પ્રવેશ પરીક્ષા એટલે કે NEET-UG 2022 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. NEETની પરીક્ષા 17 જુલાઈએ લેવામાં આવશે. આ પરીક્ષા બપોરે 2 થી 5:30 સુધી લેવામાં આવશે. આ વર્ષે પરીક્ષાના સમયમાં 20 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ સુધી આ પરીક્ષા ત્રણ કલાકની હતી પરંતુ હવે આ પરીક્ષા 3:20 કલાકની રહેશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 200 પ્રશ્નો પૂછવામાં આવશે. જો કે ગયા વર્ષે પણ 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી વિદ્યાર્થીઓએ માત્ર 180 પ્રશ્નો જ ઉકેલવાના હતા. ચોઈસ પર હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.


અરજી ફી


NEET માટેની અરજી ફી સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે 1600 રૂપિયા, જનરલ, EWS અને OBC NCL માટે 1500 રૂપિયા અને SC, ST, PWD અને થર્ડ જેન્ડર માટે 900 રૂપિયા રાખવામાં આવી છે.


ભારતમાં 543  પરીક્ષા કેન્દ્રો  


NEET UG 2022 માટે NTA દેશના વિવિધ શહેરોમાં 543 પરીક્ષા કેન્દ્રો સ્થાપશે. જ્યારે ભારતની બહાર યુએઈ, શ્રીલંકા, નેપાળ, થાઈલેન્ડ, કતાર, મલેશિયા, કુવૈત, નાઈજીરીયા, બહેરીન, ઓમાન, સાઉદી અરેબિયા, સિંગાપોરમાં ત્રણ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે.


જાણો પરીક્ષા પેટર્ન  


NEET UG 2022 ની પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન (બોટની અને પ્રાણીશાસ્ત્ર)માંથી 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો (એક સાચા જવાબ સાથે ચાર વિકલ્પો) હશે. દરેક વિષયના 50 પ્રશ્નોને બે વિભાગ (A અને B)માં વહેંચવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 200 મિનિટ એટલે કે 3.20 કલાકનો રહેશે. પરીક્ષા કુલ 13 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવાશે.


આ પણ વાંચોઃ


NEET 2022 Date: નીટ પરીક્ષાની તારીખ થઈ જાહેર, આ તારીખ સુધીમાં કરાવો રજિસ્ટ્રેશન


Education Loan Information:

Calculate Education Loan EMI