નવી દિલ્હીઃ ફોર્બ્સે બુધવારે વર્ષ 2022માં વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટેસ્લાના સીઇઓ એલન મસ્ક પ્રથમ સ્થાને છે. એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ આ યાદીમાં બીજા ક્રમ પર છે. મસ્કની સંપત્તિ 16.59 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે જેફ બેઝોસની સંપત્તિ 12.95 લાખ કરોડ રૂપિયા છે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 6.87 લાખ કરોડની નેટવર્થ સાથે સૌથી ધનિક ભારતીય તરીકે યાદીમાં ટોચ પર છે. અંબાણી 10મા અને ગૌતમ અદાણી 11મા નંબર પર છે. ફોર્બ્સ અનુસાર ગૌતમ અદાણીની આ પ્રોપર્ટી 6.50 લાખ કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર ભારતીય અબજોપતિઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે.ગયા વર્ષે આ સંખ્યા 140 હતી જે હવે વધીને 166 થઈ ગઈ છે અને આ લોકોની કુલ સંપત્તિ 57.58 લાખ કરોડ રૂપિયા છે. ફોર્બ્સે કહ્યું કે કોરોના મહામારી વચ્ચે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 2021ની સરખામણીમાં 87નો ઘટાડો થયો છે.


તાજેતરની યાદીમાં કુલ 2,668 વ્યક્તિઓ છે જેમની કુલ સંપત્તિ $12.7 ટ્રિલિયન એટલે કે રૂ. 962.15 લાખ કરોડ છે. આ સંપત્તિમાં પાછલા વર્ષની સરખામણીમાં $400 બિલિયન એટલે કે 30.30 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ભારતીય અબજોપતિઓની યાદીમાં 29 નવા લોકો જોડાયા છે.


સૌથી વધુ અબજોપતિ અમેરિકામાં છે, જ્યાં તેમની સંખ્યા 735 છે. બીજા સ્થાને 607 અબજપતિઓ સાથે ચીન છે. ચીનમાં સામેલ કુલ અબજોપતિઓમાંથી 67 હોંગકોંગમાં અને 1 મકાઉમાં છે. અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત 166 અબજપતિઓ સાથે ત્રીજા ક્રમે છે અને જર્મની 134 અબજપતિઓ સાથે ચોથા ક્રમે છે. આ યાદીમાં 83 અબજપતિઓ સાથે રશિયા પાંચમા ક્રમે છે.


New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે


Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?


આ વર્ષે આટલા ટકા સુધીનો થશે પગાર વધારો, આ ક્ષેત્રોમાં વધુ નોકરી ને ઉંચો પગાર મળવાની વધુ સંભાવનાઃ રિપોર્ટ


કોરોનાના નવા વેરિયન્ટ XEએ વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોધાઇ ચૂક્યા 600 કેસ, જાણો એક્સ્પર્ટે કેટલો ગણાવ્યો ખતરનાક