NEET Exam: નીટ એક્ઝામ દરમિયાન મહારાષ્ટ્ર, ચંદીગઢ અને પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. અહીં ચેકિંગ દરમિયાન છોકરીઓના આંતરવસ્ત્રોને પણ ચેક કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન છોકરીએને તેમની બ્રા કાઢી નાંખવાની ફરજ પાડવામાં આવી હતી. પરીક્ષા આપનારી કેટલીક છોકરીઓએ આ અંગે ફરિયાદ કરતાં જણાવ્યુ કે, પરીક્ષા કેન્દ્ર પર તેમની બ્રાનું પણ ચેકિંગ કરવામાં આવ્યુ, અને તેમના આંતરિક વસ્ત્રો પણ કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનાઓ ચેન્નાઈ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી સામે આવી છે.
મહારાષ્ટ્રમાં મેડિકલ કૉલેજો માટે NEET માટે પરીક્ષા આપનારી કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો છે કે, તેમને તેમના પરીક્ષા કેન્દ્રોમાં અસ્વસ્થતાનો સામનો કરવો પડ્યો હતો. તેમને ખુલ્લામાં કપડાં બદલવા માટે કહેવામાં આવ્યું હતું. સાંગલી વિસ્તારની શ્રીમતી કસ્તુરબાઈ વાલચંદ કૉલેજ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં કેટલીક છોકરીઓને ઇનરવીયર કપડાની બહારથી પહેરવામાં કહેવામાં આવ્યુ હતુ.
NTA કરી રહ્યું છે ફરિયાદોની તપાસ -
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), જે NEET પરીક્ષાનું આયોજન કરે છે, તે હાલમાં મળેલી તમામ ફરિયાદોની તપાસ કરી રહ્યું છે. જોકે, હજુ સુધી તેમના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સ કહે છે કે, કૉલેજના વિદ્યાર્થીઓ NEET ના ફરજિયાત ડ્રેસ કૉડનું પાલન ન હતા કરી રહ્યાં, જેના કારણે તેમને છેલ્લી ઘડીએ આવી તપાસનો સામનો કરવો પડ્યો હતો.
ઇનરવીયર સુધી કાઢવાનું કહેવામાં આવ્યુ -
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં બીજી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં કેટલીક છોકરીઓને જાહેરમાં કપડાં બદલવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલીક યુવતીઓએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે તેમને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું હતું અને એટલુ જ નહીં તેમના કપડાની અંદર હાથ નાખીને પણ ચેકિંગ કરાયુ હતુ. યુવતીઓએ કહ્યું કે તેમને ખ્યાલ નહોતો કે આવુ પણ થઇ શકે છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે જાહેર કર્યો શૈક્ષણિક સત્રનો કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે નવુ શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. નવા શૈક્ષણિક કેલેન્ડર અનુસાર ધોરણ નવ અને 11ની દ્વિતિય પરીક્ષાનો સમય જૂનથી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા તેમજ ધોરણ નવ અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષઆ માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય પાંચ જૂનથી આઠ નવેમ્બર સુધીનું 124 દિવસનું રહેશે. તો દિવાળી વેકેશન નવ નવેમ્બરથી 29 નવેમ્બર સુધીનું 21 દિવસનું રહેશે. દ્વિતિય સત્ર 30 નવેમ્બરથી પાંચ મે 2024 સુધીનું 127 કાર્ય દિવસનું રહેશે. તો ઉનાળુ વેકેશન છ મે 2024થી 9 જૂન 2024 સુધીનું 35 દિવસનું રહેશે. દિવાળી વેકેશન 21 દિવસ તો ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. તો જાહેર રજાઓ 19 અને સ્થાનિક રજાઓ પાંચ દિવસની રહેશે. શૈક્ષણિક સત્રમાં દિવાળી, ઉનાળુ વેકેશન સહિત કુલ 80 રજાઓ રહેશે. તો વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રના કુલ કાર્ય દિવસ 246 દિવસના રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI