NEET-PG Exam: કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીકના આરોપોની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે તબીબી વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા હાથ ધરવામાં આવતી NEET-PG પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાઓની મજબૂતાઈનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. સાવચેતીના પગલા તરીકે, આવતીકાલે એટલે કે 23 જૂન, 2024 ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 






આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે વિદ્યાર્થીઓને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ પરીક્ષા સ્થગિત કરવાનો આગ્રહ કર્યો હતો


NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેન્દ્ર સરકારને 23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષાને મુલતવી રાખવા વિનંતી કરી હતી. વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને શશિ થરૂરે ઉત્તર ભારતમાં પ્રવર્તતી કાળઝાળ ગરમીનો પણ ઉલ્લેખ કર્યો હતો.


શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું,  “કેરળના સાંસદ તરીકે હું એ પણ જણાવવા માંગુ છું કે અહીંના પરીક્ષા કેન્દ્રોમાં બેઠકોની અછતને કારણે ભારતના દક્ષિણ રાજ્યોમાંથી સેંકડો લોકોને આ પરીક્ષા લેવા માટે ઉત્તર તરફ આવવાની ફરજ પડી છે અને વર્તમાન ભીષણ ગરમીની સ્થિતિ, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 100થી વધુ લોકોના મોત થયા છે અને જેના પરિણામ સ્વરુપે આશરે 40,000 સંદિગ્ધ હીટસ્ટ્રોકના કેસ સામે આવ્યા છે,  આ વિદ્યાર્થીઓને બિનજરૂરી જોખમમાં મૂકે છે."


હાઈ લેવલ કમિટીની  રચના કરી


NEET પેપર લીકના આક્ષેપો વચ્ચે શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નિષ્ણાતોની હાઈ લેવલ કમિટીની  રચના કરી હતી. આ કમિટી પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ અને NTAના માળખામાં સુધારો કરવા પર કામ કરશે. આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપશે.


ડૉ કે રાધાકૃષ્ણન સમિતિના અધ્યક્ષ 


આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન ચાર્જ સંભાળશે. આ હાઈ લેવલ કમિટીના અધ્યક્ષ અને સભ્યોની યાદીમાં AIIMSના જાણીતા ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો પણ સમાવેશ થાય છે.


Education Loan Information:

Calculate Education Loan EMI