NEET UG 2022: એનટીએ દ્વારા નીટ યુજી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 20 મે, 2022 સુધી પોતાની અરજી કરી શકશે. આ પહેલા એનટીએ પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 મે, 2022 નક્કી કરી હતી. હવે તેને આગળ વધારવામાં આવી છે. હજુ સુધી જે ઉમેદવારોએ નીટ યુજી 2022 માટે અરજી નથી કરી તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ઓનલાઇન માધ્યમથી જમા કરાવી શકે છે.
એનટીએ એ જાહેર કર્યુ નોટિફિકેશન
એનટીએ દ્રારા તારીખ લંબાવવાને લઈ સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. મહાનિર્દેશક સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા કાર્યાલયની અરજીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET UG 2022 પરીક્ષાનું આયોજન નિર્ધારીત સમય 17 જુલાઈના રોજ કરાશે. જાણકારી મુજબ અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે. આ સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી છે.
NEET UG 2022 માટે કેટલી છે અરજી ફી
નીટ યુજી 2022 માટે અરજી કરતાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ 1600 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે. જ્યારે ઈડબલ્યુએસ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 1500 રૂપિયા તથા એસસી, એસટી વર્ગના ઉમેદવારોએ 800 રૂપિયા જમા કરાવવા પડશે. એનઆરઆઈ ઉમેદવારો માટે 8500 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે.
NEET UG 2022 માટે કેવી રીતે કરશો અરજી
- ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાય.
- હોમ પેજ પર નીટ યુજીના સેક્શનમાં જાવ.
- હવે પરીક્ષા માટે અરજી સાથે જોડાયેલી લિંક પર ક્લિક કરો.
- જે બાદ નવા પેજ પર તમે જશો.
- અહીંયા જરૂરી જાણકારી ભરો અને દસ્તાવેજો અપલોડ કરીને અરજીપત્ર ભરો.
- જે બાદ અરજી ફી ભરો અને સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી પત્ર ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કઢાવી લો.
Education Loan Information:
Calculate Education Loan EMI