અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. હાલ કોંગ્રેસની ઉદયપુરમાં ચિંતન શિબિર ચાલી રહી છે તો અમદાવાદના બાવળામાં ભાજપે પણ ચિતંન શિબિરનું આયોજન કર્યું છે. મીશન 2022 માટે રાહુલ ગાંધીએ શહેરિ વિસ્તારની રણનીતિ બનાવવા ગુજરાત કોંગ્રેસને સૂચના આપી છે.
રાહુલ ગાંધીએ શહેરી વિસ્તારની બેઠકો જીતવા માઇક્રો પ્લાનિંગ કરવા અને તેનો રિપોર્ટ એક સપ્તાહની અંદર મોકલવા સૂચના આપી છે.જે અંગે તેમણે ગ્રામીણ વિસ્તારના મુદ્દા શહેરમાં અસર ન કરતાં હોવાનો મત વ્યક્ત કર્યો છે.
યુથ કોંગ્રેસ શરૂ કરશે ગુજરાત માગે રોજગાર અભિયાન
યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના કહેવા મુજબ, મીશન 2022 માટે કોંગ્રેસ 'ગુજરાત માગે રોજગાર' અભિયાન શરૂ કરશે. 17મી તારીખથી આ અભિયાન શરૂ કરવામાં આવશે. યુથ કોંગ્રેસ 17મીથી જિલ્લા રોજગાર કમિશ્નર કચેરીનો ઘેરાવ કરશે. ગાંધીનગર રોજગાર કચેરીનો ઘેરાવ કરીને અભિયાનની શરૂઆત કરાશે.
કોંગ્રેસના કયા કદ્દાવર નેતાએ પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને ગણાવ્યો મોટો નેતા, જાણો વિગત
પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ નિવેદન બાજી કરનારા હાર્દિક પટેલ પર ભરતસિંહ સોલંકીએ વ્યંગ કર્યો છે. તેમણે પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને મોટો નેતા ગણાવ્યો છે. ઉપરાંત હાર્દિક મુદ્દે પક્ષના હાઈકમાંડ નિર્ણય કરશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું, હાર્દિક પટેલ અંગે મને કરતાં હાર્દિકને પૂછો તે યોગ્ય રહેશે. અમારી પાર્ટી સક્ષમ છે. જ્યારે જે નિર્ણય લેવા પડશે તે સમય પ્રમાણે નિર્ણય લેવાશે. કોંગ્રેસના બંધારણ પ્રમાણે નેતૃત્વ કરશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, ચિંતન શિબિરમાં મુખ્ય છ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગુજરાતની ચૂંટણી અને 20224ની લોકસભાની ચૂંટણીની ચર્ચા થઈ છે. ગુજરાતે દેશને તમામ બાબતે નેતૃત્વ પૂરું પાડ્યું છે. આજે દેશમાં ગુજરતાનું નેતૃત્વ પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંક ગાંધી
ભરતસિંહ સોલંકીએ કહ્યું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસના નેતાઓ આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ પ્રચાર માટે આવશે. કેન્દ્રના આગેવાનો ગુજરાતના આગેવાનો સાથે મળીને ચૂંટણી લડશે.
કોને ટિકિટ આપવામાં આવશે
ભરતસિંહ સોલંકીએ કહ્યું, સમયના બદલાવ મુજબ કોંગ્રેસમાં પરિવર્તન લાવવામાં આવશે.
સંગઠન અને ચૂંટણીમાં 50 ટકા લોકો 50 વર્ષથી નીચેના હોય તેવા લોકોને તક આપવામાં આવશે. કોંગ્રેસમાં એક પરિવાર એક ટિકિટની શરૂઆત ગુજરાતથી થશે.