NHB Recruitment 2023: ભારત સરકારના કૃષિ મંત્રાલયે નવી ભરતી 2023 માટે નાયબ નિયામક અને વરિષ્ઠ બાગાયત અધિકારીની જગ્યાઓ માટે અરજી કરવા સરકારી નોકરી ઇચ્છતા યુવાનો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 ડિસેમ્બર 2023થી શરૂ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2024 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને નોટિફિકેશન જોઇ શકે છે. અરજી કરનાર ઉમેદવારો www.nhb.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.


અરજી ફી અને વય મર્યાદા


કૃષિ મંત્રાલય હેઠળના બાગાયત બોર્ડમાં આ ભરતી માટે જનરલ, OBC, EWS કેટેગરીની અરજી ફી 1000 રૂપિયા છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. અરજદાર ફી ઓનલાઈન મોડ દ્વારા ભરવાની રહેશે. આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમરની ગણતરી 5 જાન્યુઆરી 2024ના આધારે કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


શૈક્ષણિક લાયકાત, પગાર અને પરીક્ષાની તારીખ


આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે જુદી જુદી જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારો શૈક્ષણિક લાયકાત જોયા પછી અરજી કરી શકે છે. કૃષિ મંત્રાલયની આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 56100 – 177500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. ભારત સરકારના કૃષિ મંત્રાલયની ખાલી જગ્યા માટે અરજી કરવા www.nhb.gov.in ની મુલાકાત લો. નાયબ નિયામક અને વરિષ્ઠ બાગાયત અધિકારીની ભરતી પરીક્ષાની તારીખ વિભાગ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.


સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. સ્ટાફ સિલેકશન કમિશન (SSC) SSC GD 2023 ભરતી હેઠળ CRPFમાં કોન્સ્ટેબલની જગ્યાઓ ભરી રહ્યું છે. જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. CRPF કોન્સ્ટેબલની આ જગ્યાઓ માટે ઉમેદવારો 31મી ડિસેમ્બરે અથવા તે પહેલાં અરજી કરી શકે છે.


આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 24મી નવેમ્બરથી શરૂ થઈ હતી. SSC GD 2023 ભરતી હેઠળ, CRPFમાં કુલ 3337 જગ્યાઓ ભરવામાં આવશે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE), શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)માં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI