Passport News: પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના તમે વિદેશ જઈ શકતા નથી. તે જ સમયે, તેનો દેશમાં ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે. વિદેશમાં સ્થાયી થવા, અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે પાસપોર્ટ અરજદારોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાંથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા છે.
કેરળમાં સૌથી વધુ ઈશ્યુ થયા પાસપોર્ટ
ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023 સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. આમ, બે વર્ષમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાના વર્ષ 2020માં 3.80 લાખ પાસપોર્ટ ઈશ્યુ થઈ શક્યા હતા. બીજી તરફ 2023માં 7.59 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20 ટકાનો વધારો થયો છે. 2020થી નવેમ્બર 2023 સુધી ગુજરાતમાંથી 25.72 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. પાસપોર્ટની અરજી કરનારા મોટાભાગના 12મું પાસ કે તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા યુવાને છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે નવેમ્બર સુધી 1.25 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. જેની સરખામણીએ વર્ષ 2021માં 73.63 લાખ અને 2022માં 1.17 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આ વર્ષે નવેમ્બર સુધી જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા હોય તેમાં કેરળ 14.11 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 13.78 લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 12.56 લાખ સાથે ત્રીજા સ્થાને છે.
વર્ષ 2023માં કયા રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા...
- કેરળ-14.11 લાખ
- મહારાષ્ટ્ર-13.78 લાખ
- ઉત્તર પ્રદેશ- 12.56 લાખ
- પંજાબ- 10.83 લાખ
- તામિલનાડુ- 10.55 લાખ
- ગુજરાત - 9.17 લાખ
આ રીતે પાસપોર્ટ માટે કરો ઓનલાઇન એપ્લાઇ
- ઓનલાઇન પાસપોર્ટ માટે એપ્લાઇ કરવા પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેલસાઇટhttps://www.passportindia.gov.in/ પર જાવ. અહીંયા સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવો.
- જે બાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા લોગઈન આઈડી જેવી જાણકારી આપો.
- આ પછી પાસપોર્ટ સેવા ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી Continue ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી Click Here To Fill ઓપ્શન પર ક્લિક કરો
- આ પછી Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી યોગ્ય રીતે ભરો.
- આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો
- આ પછી View Saved/Submitted Applications પર જાવ.
- આ પછી ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ બુક કરો.
- આ પછી Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટ પ્રિન્ટ કરો.
- આ પછી અપોઈન્ટમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પર પહોંચો. જ્યાં તમારા તમામ ડોક્યુમેંટનું વેરિફિકેશન કરવામાં આવશે.
- જે બાદ પોલીસ વેરિફિકેશન થશે.
- આ પછી પાસપોર્ટ Speed Postથી ઘરે આવશે.