NIRF College Ranking 2023:  નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, શિક્ષણ મંત્રાલયે આ વર્ષની શૈક્ષણિક સંસ્થાઓની રેન્કિંગ બહાર પાડી છે. શિક્ષણ અને વિદેશ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંહે NIRF રેન્કિંગ બહાર પાડ્યું છે. તે મુજબ આ વર્ષે IIT મદ્રાસને ટોચનું સ્થાન મળ્યું છે. IISc બેંગ્લોર બીજા ક્રમ પર છે અને IIT દિલ્હી ત્રીજા સ્થાને છે. એન્જિનિયરિંગ, મેડિકલ, ડેન્ટલ, એમબીએ વગેરે ઉપરાંત ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજો માટે આ યાદી બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગ કુલ 12 કેટેગરીઓ માટે જાહેર કરવામાં આવ્યું છે.  


ટોપ-10 લિસ્ટ



  • IIT, મદ્રાસ

  • ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોર

  • IIT, દિલ્હી

  • IIT બોમ્બે

  • IIT, કાનપુર

  • એઈમ્સ, નવી દિલ્હી

  • આઈઆઈટી, ખડગપુર

  • IIT, રૂરકી

  • IIT, ગુવાહાટી

  • જેએનયુ, નવી દિલ્હી






ટોચની ત્રણ યુનિવર્સિટીઓ કઈ


આ વખતે આ ટોચની ત્રણ યુનિવર્સિટીઓ આ પ્રમાણે છે



  • ભારતીય વિજ્ઞાન સંસ્થા

  • જેએનયુ

  • જામિયા મિલિયા ઇસ્લામિયા


મેડિકલ કોલેજોની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી


આ વખતે NIRF રેન્કિંગમાં મેડિકલ કોલેજોની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. ગત વખતે જેમને ટોપ થ્રી પોઝીશન મળ્યા હતા તેઓ આ વખતે પણ ટોપ થ્રી પોઝીશન મેળવ્યા છે.



  • એઈમ્સ દિલ્હી

  • PGIMER

  • ચંદીગઢ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર.






ટોચની કૃષિ યુનિવર્સિટી



  • ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હી

  • રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા, કરનાલ

  • પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા

  • બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી

  • તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર.


ટોચની સંશોધન સંસ્થાઓ



  • ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોર

  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ

  • ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દિલ્હી

  • ભારતીય ટેકનોલોજી સંસ્થાન બોમ્બે

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર


આ પણ વાંચોઃ


Sarkari Naukri: 12મું પાસ અને ટાઈપિંગ આવડતું હોય તો અહીં કરો અરજી, મહિને મળશે 80 હજારથી વધુ પગાર


Education Loan Information:

Calculate Education Loan EMI