Virender Sehwag: ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં આ સૌથી મોટો અકસ્માત હતો. હાલના આંકડાઓ અનુસાર આ અકસ્માતમાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઘાયલોની સંખ્યા 1100ને વટાવી ગઈ છે. અકસ્માત બાદ લોકો પોતપોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે મદદ માટે હાથ લંબાવ્યો છે.






વિરેન્દ્ર સેહવાગે ઓડિશા મૃતકોના બાળકો માટે લંબાવ્યો હાથ


વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના બાળકોને મફત શિક્ષણ આપશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “આ તસવીર અમને લાંબા સમય સુધી હેરાન કરશે. આ દુ:ખની ઘડીમાં આ દુ:ખદ અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના માટે હું એટલું તો કરી શકુ કે તેમના બાળકોના શિક્ષણની કાળજી હું રાખી શકું. હું આવા બાળકોને સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપું છું."


મફત શિક્ષણ આપવા અંગે કરી વાત


આ સિવાય સેહવાગે આ કામ માટે રેશક્યું કરનાર લોકોથી લઈને મેડિકલ સ્ટાફ સુધી તમામને સલામ કરી હતી. આ અકસ્માતે સૌને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકનું મોજુ છે. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. સૌથી પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહંગા બજાર સ્ટેશન પાસે ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.


આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ સાથે અથડાઈ હતી. આ રીતે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ રીતે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘાયલોની સંખ્યા 1100ને પાર કરી ગઈ હતી. તે ભારતમાં બનેલી સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હતી.