Railway Group D Recruitment 2025: રેલવે ભરતી બૉર્ડે ગુરુવાર, ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ થી ૭મા સીપીસી પે મેટ્રિક્સના લેવલ ૧ માટે ૩૨,૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવા માંગતા ઉમેદવારો રેલ્વે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. આ ઉપરાંત ઉમેદવારો 23 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી 2025 સુધી અરજી ફી ચૂકવી શકે છે.

Continues below advertisement

RRB Group D માટે કઇ રીતે કરવી અરજી ? સૌ પ્રથમ, તમે જે ઝૉનમાંથી RRB ફોર્મ ભરવા માંગો છો તે શોધો. પછી ભરતી જાહેરાત નંબર ૦૮/૨૦૨૪ પર ક્લિક કરો અને “Click Here to apply online application” લિંક પર જાઓ.

આ પછી તમારે RRB ની સત્તાવાર વેબસાઇટ www.rrbapply.gov.in ની મુલાકાત લેવી પડશે. વેબસાઇટના હૉમપેજ પર "Apply" લિંક પર બે વિકલ્પો હશે. જો તમે પહેલીવાર ફોર્મ ભરી રહ્યા છો, તો "Create An Account" પર ક્લિક કરો. જો તમારી પાસે પહેલાથી જ RRB ખાતું છે, તો "Already Have An Account?" પર ક્લિક કરો. જાઓ.

Continues below advertisement

"Create An Account" પર ક્લિક કર્યા પછી નોંધણી ફોર્મ ખુલશે. તેમાં બધી માહિતી કાળજીપૂર્વક ભરો. આ પછી તમારા ઇમેઇલ અને મોબાઇલ નંબરની ચકાસણી કરવામાં આવશે, અને પછી આધાર કાર્ડની ચકાસણી કરવામાં આવશે. જો આધાર ઉપલબ્ધ ન હોય, તો વૈકલ્પિક દસ્તાવેજો આપવામાં આવ્યા છે.

ઈમેલ અને પાસવર્ડની પુષ્ટિ કર્યા પછી, તમારું એકાઉન્ટ બનાવવામાં આવશે. પછી વેબસાઇટ પર લૉગીન કરો અને જાહેરાત મુજબ ઓનલાઈન અરજીમાં “Next” પર ક્લિક કરો. ફોર્મમાં બધી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, અને દસ્તાવેજો અપલોડ કરો.

ફોટો અપલોડ કરતી વખતે ધ્યાનમાં રાખો કે 10મા ધોરણની માર્કશીટ, ફોટો અને સહી યોગ્ય કદ (30KB થી 70KB) માં અપલોડ કરો.

છેલ્લે, પસંદગીઓ તપાસો અને ફોર્મનું પૂર્વાવલોકન કરો, પછી અરજી ફી સબમિટ કરો અને ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

RRB Group D માટે શું છે યોગ્યતા ? આ રેલ્વે ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલું હોવું આવશ્યક છે. આ વખતે ITI કે અન્ય કોઈ ખાસ લાયકાતની જરૂર નથી. આ ઉપરાંત, ઉમેદવારોની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને મહત્તમ ૩૬ વર્ષ ન હોવી જોઈએ. જો તમારી પાસે આ લાયકાત છે, તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.

આ પણ વાંચો

APAAR Card: વિદ્યાર્થીઓ માટે ખુબ કામનું છે અપાર કાર્ડ, જાણો શું છે તેના ફાયદા ?

 


Education Loan Information:

Calculate Education Loan EMI