Railway Trainee Apprentice Recruitment 2023: જો તમે રેલવેમાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કોંકણ રેલ્વે દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે. જે મુજબ રેલવેમાં ટ્રેઇની એપ્રેન્ટીસની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ konkanrailway.com પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2023 છે.
આ ભરતી અભિયાન દ્વારા કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડમાં ટ્રેઇની એપ્રેન્ટિસની 190 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી/ડિપ્લોમા મેળવેલ હોવો જોઈએ.
વય મર્યાદા
નોટિફિકેશન મુજબ, આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી આ રીતે કરવામાં આવશે
ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત મુજબ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે. જે ઉમેદવારો તમામ સ્ટેપ્સ પાસ કરશે તેમને અંતિમ મેરિટ લિસ્ટમાં સ્થાન મળશે.
આટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે
આ ભરતી અભિયાન હેઠળ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 9,000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જ્યારે ડિપ્લોમા એપ્રેન્ટિસની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 105 સહિત દેશભરમાં 1899 જગ્યાની ભરતી જાહેર કરાઈ છે. ગુજરાતમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સહિતની પોસ્ટ માટે 9 ડિસેમ્બર સુધીમાં અરજી મગાવવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર છે. ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી પણ 9 ડિસેમ્બર સુધીમાં કરવાની રહેશે. 18 થી 27 વર્ષ સુધીની વયના ઉમેદવારો અરજી કરી શકશે.
સરકારી નોકરીઓ શોધી રહેલા 10 પાસથી લઇને સ્નાતક ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુજબ ભારતીય પોસ્ટમાં બમ્પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે છેલ્લી તારીખ 09 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં. અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ indiapost.gov.in ની મુલાકાત લેવી પડશે.
Education Loan Information:
Calculate Education Loan EMI