West Central Railway Recruitment 2023: ભારતીય રેલ્વે, પશ્ચિમ મધ્ય વિભાગે વિવિધ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ભારતીય રેલ્વે, પશ્ચિમ મધ્ય વિભાગે વિવિધ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. પાત્ર ઉમેદવારો WCR wcr ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તમે Indianrailways.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. પશ્ચિમ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની કુલ 3015 જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15મી ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. 14મી જાન્યુઆરી 2024 સુધી અપ્લાય કરી શકાશે.
વેસ્ટર્ન રેલવે ખાલી જગ્યાનું વિવરણ
- JBP વિભાગ: 1164 પોસ્ટ્સ
- BPL કેટેગરી: 603 પોસ્ટ્સ
- કોટા વિભાગ: 853 જગ્યાઓ
- CRWS BPL: 170 પોસ્ટ્સ
- WRS ક્વોટા: 196 પોસ્ટ્સ
- મુખ્યાલય/JBP: 29 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10+2 પરીક્ષા પદ્ધતિ હેઠળ) માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવો જોઈએ અને તેની પાસે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
કેવી રીતે થશે પસંદગી?
પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. 10મા ધોરણની પરીક્ષામાં મેળવેલ સરેરાશ ગુણ અથવા તેની સમકક્ષ (10+2 પરીક્ષા પદ્ધતિ હેઠળ) અને ITI/ટ્રેડમાર્કના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
અપ્લાય કરવા માટે ફી
વેસ્ટર્ન સેન્ટ્રલ રેલ્વેની આ ભરતી માટે તમામ ઉમેદવારોએ 136 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PWBD અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 36 રૂપિયા છે. અરજી ફી ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI