વડોદરા:  થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે.  વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનને બિશનોઈ ગેંગના સાગરીતો અશોક પુનમારામ બિશ્નોઇ રહેવાસી સાંગડવા જિલ્લો સાચોર રાજસ્થાન તથા સુરેશ કેસારામ બિશ્નોઇ રહેવાસી નેડીવાડી જિલ્લો બાડમેર રાજસ્થાન ભેગા મળી હાલમાં ગોવાથી ટ્રક તથા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંતર રાજ્ય હેરાફેરી કરે છે.  એક કન્ટેનરમાં ગોવાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રવાના કર્યું છે જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડથી હાલોલ તરફ જવાનું છે.  આ બાતમીના આધારે વડોદરા પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ રહેવાસી સાંગાડવા ગામ જિલ્લો સાચોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.


દારુના કન્ટેનક સાથે ઝડપાયેલો આરોપી શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ આ પહેલા  માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ પકડાયો હતો.   અશોક બિશ્નોઇ અને સુરેશ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. અશોક બિશ્નોય સામે 15 અને સુરેશ સામે બે ગુના દાખલ થયા છે. પોલીસે વિદેશી દારૂને 33,648 બોટલ કિંમત રૂપિયા 38.44 લાખ તથા કન્ટેનર અને રોકડા મળી કુલ રૂપિયા 48.61 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.


સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારુ ઝડપવામાં આવ્યો


થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થા સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.  સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ એક્ઝિટ ટોલ નાકા પાસે રાજકોટ તરફ દારૂનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.