Rajkot Paper Leak: ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત પેપર ફૂટવા સાથે થઈ છે. રાજકોટની ખાનગી શાળાનું પેપર ફૂટ્યું છે. રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધો.11નું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. ધો.11ના બી.એ.નું પેપર સોશિયલ મીડિયામાં કઈ રીતે ફરતું થયું તે મોટો સવાલ છે. 3 અને 4 જાન્યુઆરીના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા પેપર વાયરલ કરવામાં આવતા સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.




રાજ્યમાં ગત વર્ષે અનેક પરીક્ષાના ફૂટ્યાં હતા પેપર


રાજ્યમાં ગત વર્ષે અનેક પરીક્ષાના પેપર ફૂટ્યા હતા. મે, 2022માં રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફૂટ્યા હોવાના ખુદ પરીક્ષાર્થીઓએ જ આરોપ લગાવ્યા હતા. 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો  કે તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું એટલે કે પરીક્ષાર્થીઓને પેપર આપ્યા આગાઉ આ પેપરનના સીલ તોડવામાં આવ્યાં હતા. એક પરીક્ષાર્થીએ નિવેદન આપતા કહ્યું હતું કે પરીક્ષાખંડમાં જયારે પેપર આવ્યાં ત્યારે પપેરના કવર સીલ પેક હતા, એટલે કે કવરના સીલ તૂટેલા ન હતા, પણ જયારે અંદરથી પેપર કાઢવામાં આવ્યા અને પરીક્ષાર્થીઓના હાથમાં આવ્યા ત્યારે આ પરીક્ષાર્થીના બ્લોકમાં ત્રણ પરીક્ષાર્થીઓના પેપરના સીલ તૂટેલા હતા અને અન્ય બ્લોકમાં આવા 17 પેપર સીલ તૂટેલા મળી આવ્યા હતા.  


કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં જે જે પરીક્ષાના પેપર ફૂટ્યા તેમાં મોટા માથાઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી. આ સાથે જ તેમણે આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ ચાલી રહ્યું છે. વ્યાપમ કૌભાંડ એ મધ્યપ્રદેશમાં થયેલું મોટું ભરતી કૌભાંડ છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI