અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કંબોડિયા પોલીસ એકેડમી વચ્ચે તાલીમ, શૈક્ષણિક ઉત્કૃષ્ટતા,  તકનીકી અને સંશોધન દ્વારા સલામતી અને પોલીસ ક્ષેત્રમાં કમ્બોડિયા કિંગડમના કાયદા અમલીકરણ અધિકારી, ન્યાયતંત્ર અને સુરક્ષા અધિકારીઓને મદદ કરવા માટે હસ્તાક્ષર કર્યા છે.

Continues below advertisement


કંબોડિયાની પોલીસ એકેડેમીમાંથી એકેડેમીના પ્રમુખ પોલીસ જનરલ પ્રો.સેંગ.ફાલ્લી તથા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી કુલપતિ પ્રો. (ડો) બિમલ પટેલે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.  પ્રો. બિમલ પટેલ-વાઇસ ચાન્સેલર દ્વારા પોલીસ એકેડેમીના તેમના પ્રમુખ દ્વારા વિનંતી મુજબ કંબોડિયાની પોલીસ એકેડેમીને ક્ષેત્રોમાં જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે ભારત અને કંબોડિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધો પર વાત કરી હતી.


પોલીસ જનરલ પ્રો.સેંગ ફેલી એકેડેમીના પ્રમુખે તેમની એકેડેમી માટે સુરક્ષા અને પોલિસીંગ ક્ષેત્રે પડકારો અને સારી પ્રથાઓની આવશ્યકતા, ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ સંશોધન તથા તાલીમ વિશે સમજાવ્યું હતું.


Education Loan Information:

Calculate Education Loan EMI