ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે, ત્યારે હવે દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દુનિયાને ચેતવણી આપી દીધી છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટ્રેડોસ અઘનોમે દુનિયાને ચેતવણી આપી છે કે, દુનિયા કોરોનાની ત્રીજી લહેરના શરુઆતી તબક્કામાં પહોંચી ગઈ છે. દુનિયા ડેલ્ટા વેરિએન્ટના કહેર સામે ઝઝુમી રહી છે, ત્યારે શરુ અઘનોમે આ ચેતવણી આપી છે.


ટ્રેડોસ અઘનોમનું કહેવુ છે કે, કોરોનોનો ડેલ્ટા વેરિએન્ટ બહુ જલ્દી દુનિયામાં સૌથી વધારે પ્રભાવ પાડનાર કોરોના વાયરસ બની જશે. કોરોના વાયરસ સતત વિકસીત થઈ રહ્યો છે અને પોતાના સ્વરુપ બદલી રહ્યો છે. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે, ડેલ્ટાથી પણ વધારે સંક્રમણ ફેલાવનારા વેરિએ્ન્ટ પણ ભવિષ્યમાં આવે તો નવાઈ નહી હોય. તેમણે વેક્સિનેશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે,વેક્સીન લગાવવાના કારણે થોડા સમય માટે કોરોનાના કેસો ઓછા થયા છે પણ હવે કેસો ફરી વધી રહ્યા છે.


નોંધનીય છે કે, દુનિયામાં પાંચ ક્ષેત્ર એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. એટલુ જ નહી દુનિયામાં 10 સપ્તાહ સુધી મોતની સંખ્યામાં ઘટાડો થયા બાદ હવે ફરી આ આંકડો વધી રહ્યો છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કેસ વધીને 18 કરોડ થઈ ગયા છે અને 40 લાખ લોકોના મોત થયા છે.

Vaccination Update: દેશભરમાં 39 કરોડ રસીના ડોઝ લાગ્યા, જાણો ક્યું રાજ્ય છે ટોચ પર, Top-10 રાજ્યોની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 14 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 34 લાખ 97 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 43 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.43 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.


 


દેશમાં 31 કરોડ એવા લોકો છે જેને અત્યાર સુધીમાં ઓછામાં ઓછો એક ડોઝ રસીનો આપવામાં આવ્યો છે. જ્યારે આઠ કરોડ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મામલે ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. યૂપીમાં અત્યાર સુધી સૌથી વધારે ત્રણ કોરડ 88 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. આ બે રાજ્યોમાં જ ત્રણ કરોડથી વધારે ડોઝ લાગ્યા છે.


 


ઉપરાંત પાંચ રાજ્ય એવા છે જ્યાં બે કરોડથી વધારે રસીકરણ થઈ ગયં છે અને આઠ રાજ્યમાં એક કરોડથી વધારે ડોઝ લાગ્યા છે. આ આંકડા ગુરુવારે સવારે 7 કલાકના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પર આધારિત છે.


 


રસીકરણવાળા ટોપ-10 રાજ્ય









 



  1. ઉત્તર પ્રદેશ - 3 કરોડ 88 લાખ 37 હજાર 852

  2. મહારાષ્ટ્ર- 3 કરોડ 79 લાખ 24 હજાર 359

  3. ગુજરાત- 2 કરોડ 85 લાખ 3 હજાર 868

  4. રાજસ્થાન- 2 કરોડ 74 લાખ 43 હજાર 848

  5. કર્ણાટક- 2 કરોડ 64 લાખ 85 હજાર 333

  6. પશ્ચિમ બંગાળ - 2 કરોડ 50 લાખ 34 હજાર 906

  7. મધ્ય પ્રદેશ - 2 કરોડ 45 લાખ 68 હજાર 104

  8. બિહાર- 1 કરોડ 93 લાખ 4 હજાર 555

  9. તમિલનાડુ- 1 કરોડ 85 લાખ 49 હજાર 626

  10. આંધ્ર પ્રદેશ - 1 કરોડ 80 લાખ 40 હજાર 284


દેશમાં રસીકરણની ગતિ પહેલા કરતાં ધીમી થઈ ગઈ છે. 21 જૂને રેકોર્ડ 85 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા પરંતુ હવે આ ગતિ ધીમી પી ગઈ છે. ગઈકાલે 34 લાખ 97 હજાર ડોજ આપવામાં આવ્યા હતા. હવે દરરોજ સરેરાશ 35-40 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. તમામ દેશવાસીઓને રસીકરણ માટે 200 કરોડ ડોઝ લગાવવાની જરૂરત છે. અત્યાર સુધી અંદાજે પાંચ ટકા લોકોને જ બન્ને ડોઝ લાગ્યા છે.