RBI Grade B Phase II Exam 2023 Admit Card Out: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. આ એડમિટ કાર્ડ ગ્રેડ B (જનરલ) ની બીજા તબક્કાની પરીક્ષા માટે છે. જે ઉમેદવારોએ સફળતાપૂર્વક તેના માટે અરજી કરી છે અને હવે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તમે તેને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને પણ ફોલો કરી શકો છો. આ માટે તમારે RBIની સત્તાવાર વેબસાઇટ opportunities.rbi.org.in. પર જવું પડશે.


નોટિસમાં શું આપવામાં આવ્યું છે


આ સંદર્ભે જાહેર કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા ફક્ત તે ઉમેદવારો માટે જ લેવામાં આવશે જેમને પ્રથમ તબક્કાની પરીક્ષાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. મતલબ કે જેઓ પ્રથમ તબક્કો પાસ કરી ચૂક્યા છે તેઓ જ ફેઝ ટુ આપશે.


પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે અને ઉમેદવારોએ બંને શિફ્ટમાં હાજર રહેવાનું રહેશે. RBIની વેબસાઈટ પરથી બંને શિફ્ટ પેપર માટે અલગ-અલગ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના રહેશે. બીજા તબક્કાની પરીક્ષાઓ/શિફ્ટનું સ્થળ બંને એડમિશન લેટરમાં આપવામાં આવ્યું છે.


આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો


-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે opportunities.rbi.org.in પર જાવ.


-અહીં હોમપેજ પર જાવ અને પહેલા current vacancies પર જાવ અને પછી call letters  સેક્શનમા એન્ટર કરો.


-આ કર્યા પછી ફરી એક નવું પેજ ખુલશે. આ પેજ પર લિંક પર ક્લિક કરો જેના પર લખ્યું હશે-“Admission Letters, other guidelines and information handouts for Phase-II examination for Direct Recruitment for the post of Officer in Grade 'B' (General) - Panel Year 2023”.


-આ કર્યા પછી ફરી એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમને એડમિટ કાર્ડ જોવા મળશે.


-અહીંથી તેને ચેક કરો, ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઇ લો.                                              


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial


Education Loan Information:

Calculate Education Loan EMI