IND vs WI 2nd Test:  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ડ્રો રહી હતી.  ત્રિનિદાદ ટેસ્ટના પાંચમા દિવસે વરસાદને કારણે રમત રમાઈ શકી ન હતી. આ રીતે ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી. આ મેચમાં શાનદાર બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. આ ઝડપી બોલરે 23.4 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ લીધી હતી.






મોહમ્મદ સિરાજ પ્લેયર ઓફ ધ મેચ બન્યો


મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં જોશુઆ દા સિલ્વા, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલને પોતાનો શિકાર બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે તેના બીજા દાવમાં 2 વિકેટે 76 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર ​​રવિ અશ્વિનને વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં બંને સફળતાઓ મળી હતી. જોકે, આ શાનદાર પ્રદર્શન માટે મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 438 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.






ભારતના 438 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં માત્ર 255 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભારત તરફથી ઘાતક બોલિંગ કરી હતી. આ ફાસ્ટ બોલરે વેસ્ટ ઈન્ડિઝના 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 181 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ જીતવા માટે 365 રનનો ટાર્ગેટ હતો. ચોથા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટે 76 રન હતો. કેરેબિયન ટીમના બેટ્સમેન ચંદ્રપોલ અને જર્માઈન બ્લેકવુડ ક્રિઝ પર હતા, પરંતુ વરસાદના કારણે ત્યાર પછીની રમત રમાઈ શકી ન હતી.