રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીમાં રસ ધરાવતા અને RBI ગ્રેડ B ઓફિસર ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ જનરલ, DEPR અને DSIM સ્ટ્રીમમાં ગ્રેડ B ઓફિસરની ભરતી માટે સંક્ષિપ્ત નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે અરજી પ્રક્રિયાની પણ શરૂઆત થઇ છે. બેન્ક દ્વારા કુલ 94 જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી રહેલી આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 16 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી અધિકૃત વેબસાઇટ, chances.rbi.org.in દ્વારા અરજી કરી શકે છે.


આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી માટે અરજી કરતી વખતે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી 850 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ ઉમેદવારો માટેની ફી માત્ર 100 રૂપિયા છે.


કોણ અરજી કરી શકે છે?


RBI દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી સૂચના મુજબ, ગ્રેડ B ઓફિસર (જનરલ) પોસ્ટ્સ માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન અથવા PG પાસ કરેલ હોવું જોઈએ. અનામત વર્ગો માટે લઘુત્તમ કટ-ઓફ માર્ક્સ માત્ર 55 ટકા છે.                                                  


ગ્રેડ બી ઓફિસર (DEPR) પોસ્ટ્સ માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે અર્થશાસ્ત્ર અથવા ફાયનાન્સમાં PG પાસ કરેલ હોવું જોઈએ. જ્યારે ગ્રેડ બી ઓફિસર (DSIM) પોસ્ટ્સ માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સ્ટેટિસ્ટિક્સ અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ અથવા અન્ય સંબંધિત વિષયોમાં પીજી પાસ કરેલ હોવું આવશ્યક છે.                                         


તમામ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 1લી જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આવા કિસ્સામાં ઉમેદવારનો જન્મ 2 જુલાઈ, 1994 પહેલા અને 1 જુલાઈ, 2003 પછી થયો ન હોવો જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, વધુ માહિતી અને અન્ય વિગતો માટે ભરતીનું નોટિફિકેશન વાંચો.


અરજી કરવા માટેની લિંક માટે અહી ક્લિક કરો


Education Loan Information:

Calculate Education Loan EMI