Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે  2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.


OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.


કેટલો મળશે પગાર


સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.




વય મર્યાદા


સામાન્ય કેટેગરીના મક્રહલા ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


અનામત કેટેગરીના શીરિરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


અનામત કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા મહિલા ઉમેદવોરો 20 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)


માજી સૈનિક ઉમેદવારોઃ ઉપલી વયમર્યાદામાં તેમણે બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે




Education Loan Information:

Calculate Education Loan EMI