Happy New Year 2024 : નવા વર્ષ પર દિલ્હીવાસીઓએ અંગ્રેજી દારુની 24 લાખ બોટલ પીધી છે. 31 ડિસેમ્બરે 24 લાખ 724 બોટલનું વેચાણ થયું હતું. જ્યારે તેના એક દિવસ પહેલા 30 ડિસેમ્બરે 17 લાખ 79 હજાર 379 બોટલનું વેચાણ થયું હતું. 31 ડિસેમ્બરે દારૂનું વેચાણ ડિસેમ્બર મહિનામાં કોઈપણ દિવસ માટે સૌથી વધુ છે. આ આંકડો ગયા વર્ષના એટલે કે 31 ડિસેમ્બર 2022ના આંકડા કરતાં લગભગ ચાર લાખ વધુ છે. એ જ રીતે ડિસેમ્બર મહિનામાં દિલ્હીના લોકોએ લગભગ પાંચ કરોડ દારૂની બોટલો પીધી હતી. ડિસેમ્બર માટેનો આ આંકડો ગયા વર્ષના આંકડા કરતાં 98 લાખ 19 હજાર 731 વધુ છે. 2022ની સરખામણીમાં આ વર્ષે મહિના દર મહિને વેચાણમાં 14 ટકાનો વધારો થયો છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેચાણમાં વધારો
ડિસેમ્બર 2022માં સમગ્ર શહેરમાં આવેલી 520 દુકાનોના નેટવર્ક દ્વારા દારૂની 3,99,60,509 બોટલો વેચવામાં આવી હતી. આ મહિનામાં 635 દુકાનોમાંથી 4,97,80,240 દારૂની બોટલનું વેચાણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 30 ડિસેમ્બરે ગયા વર્ષની એટલે કે 2022ની 14 લાખ 66 હજાર 353 બોટલને બદલે આ વર્ષે 2023માં 17 લાખ 79 હજાર 379 બોટલનું વેચાણ થયું હતું.
રાજધાનીમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે
એ જ રીતે 31 ડિસેમ્બરે 2022માં 20 લાખ 30 હજાર 664 બોટલને બદલે આ વર્ષે 24 લાખ 726 બોટલનું વેચાણ થયું હતું. આબકારી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે રાજધાનીમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે, જેમાં શહેરના વિવિધ ભાગોમાં વધુ દુકાનો ખુલી છે, બ્રાન્ડ્સની ઉપલબ્ધતામાં વધારો થયો છે અને ગ્રાહક અનુભવમાં સુધારો થયો છે.
24 ડિસેમ્બરે 19,42,717 બોટલનું વેચાણ થયું
વેચાણના આંકડા અનુસાર, આ વર્ષે 24 ડિસેમ્બરે 19,42,717 બોટલનું વેચાણ થયું હતું, જે આ મહિનામાં કોઈપણ એક દિવસમાં સૌથી વધુ હતું. 24 ડિસેમ્બર 2022ના રોજ 14,69,357 બોટલનું વેચાણ થયું હતું. દિલ્હીમાં 600થી વધારે દારુની દુકાનો છે. નવા વર્ષને આવકારવા માટે અને ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે લોકોએ 31 ડિસેમ્બરના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં દારુની બોટલો ખરીદી છે. 25 ડિસેમ્બરના દિવસે નાતાલ અને રજાનો દિવસ હોવાથી તેની આગળના દિવસે એટલે કે 24 ડિસેમ્બરે દારુની 14,69,357 બોટલોનું વેચાણ થયું હતું. 31 ડિસેમ્બરે 24 લાખ 724 બોટલનું વેચાણ થયું હતું. જ્યારે તેના એક દિવસ પહેલા 30 ડિસેમ્બરે 17 લાખ 79 હજાર 379 બોટલનું વેચાણ થયું હતું.