એમિટી યુનિવર્સિટીની આરઆઈસીએસ સ્કૂલ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટે નવા વિદ્યાર્થીઓની બેચ માટે નવું શૈક્ષણિક સત્ર 2020-21 શરૂ કરવાની જાહેરાત કરી છે. નવું શૈક્ષણિક સત્ર 1લી સપ્ટેમ્બર, 2020થી નોઈડા અને મુંબઈના કેમ્પસમાં ઓનલાઈન મોડમાં શરૂ થશે. આરઆઈસીએસ એસબીઈએ તેના નોઈડા અને મુંબઈના કેમ્પસમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ હાજરી માટે મંજૂરી મળે ત્યાં સુધી ઓનલાઈન સત્રો શરૂ કરવાના નિયમનકારી નિર્દેશોને અનુરૂપ સત્ર શરૂ કરવા માટે તૈયારીઓ કરી લીધી છે.

સંસ્થા કેમ્પસમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે જરૂરી બધું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. જોકે, હાલમાં સરકારના નિર્દેશોને અનુરૂપ ઓનલાઈન વર્ગો લેવાશે. પાછળથી શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં વર્ગો ચલાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યાર પછી વર્ગોને પરંપરાગત રીતે કેમ્પસમાં ખસેડવામાં આવશે.

આરઆઈસીએસ એસબીઈના ફેકલ્ટી સભ્યો મહામારીની શરૂઆતથી વર્તમાન બેચના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. અમારા વર્તમાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોરોના મહામારીની કોઈ વિપરિત અસર ન પડે તે માટે સંસ્થાએ ટેક્નોલોજીના ઉકેલોમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ શિક્ષણના ભાગરૂપે વર્ચ્યુઅલ લેબ સાથે વિવિધ ડિજિટલ ટૂલ્સ મારફત શિક્ષણનો અનુભવ મેળવ્યો છે. આરઆઈસીએસ એસબીઈ નિયમિત વર્ગો શરૂ કરવા વિગતવાર એસઓપી સાથે તૈયાર છે ત્યારે સંસ્થાએ શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવી છે, જે અનેક આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રચલિત છે.

નવા સત્રની શરૂઆત અંગે રિક્સ સ્કૂલ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર  અશ્વિની અવસ્થીએ જણાવ્યું હતું કે, ‘અમારી વર્તમાન બેચના વિદ્યાર્થીઓ અમારા ઓનલાઈન વર્ગોની ગુણવત્તા અને તેમને મદદની જરૂર પડતાં શિક્ષકોની આતુરતા અને ઉપલબ્ધતાથી ખૂબ જ ખૂશ છે, પરંતુ અમે પારંપરિક ફેસ ટુ ફેસ સિસ્ટમમાં પાછા જવા માટે આતુર છીએ અને સરકાર ટૂંકસમયમાં જેવી સલામત પરિસ્થિતિ માને ત્યારે અમે કેમ્પસના વર્ગો પર ફેસ ટુ ફેસ પાછા ફરીશું.’

Education Loan Information:

Calculate Education Loan EMI