Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર મહિના વીતી ગયા છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર પ્રથમ બોમ્બ ધડાકા સાથે આ યુદ્ધની શરૂઆત કરી હતી. ચાર મહિનાથી સતત ચાલી રહેલું આ યુદ્ધ હજી પૂરું થયું નથી. યુદ્ધ ફાટી નીકળતાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, પરંતુ ભારત અને રશિયા વચ્ચેના સારા સંબંધોને કારણે ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ તમામ ભારતીય વિદ્યાર્થીઓને ભારત લાવવામાં સફળ રહી હતી. યુદ્ધ ઝોનમાંથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે ભારતમાં આ વિદ્યાર્થીઓના વધુ અભ્યાસ માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી પરંતુ નિર્ણય હજુ બાકી છે અને અભ્યાસ ખોરવાઈ જવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.


રાજકોટ, જામનગર સહિત ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા પોતપોતાની કોલેજોના સંપર્કમાં છે. ઓનલાઈન અભ્યાસ અને વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ હવે સરકારના નિર્ણયની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાય વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં અભ્યાસ કરતાં ઓપરેશન ગંગા હેઠળ સાડા ત્રણ મહિના પહેલા પોતાના વતન પરત ફર્યા હતા. આમાંના ઘણા વિદ્યાર્થીઓ મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ છે.


1 સપ્ટેમ્બરથી શરૂ થશે નવું સેમેસ્ટર


સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુક્રેનની યુનિવર્સિટીએ તેમને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે 1 સપ્ટેમ્બરથી નવું સેમેસ્ટર શરૂ થશે અને જો યુક્રેનમાં પરિસ્થિતિ સુધરશે તો વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ માટે બોલાવવામાં આવશે અને જો પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય તો શું થશે તે અંગે સ્પષ્ટતા નથી. કેટલાક વાલીઓ માને છે કે ભારત સરકાર યુક્રેનથી પરત લાવવામાં આવેલા વિદ્યાર્થીઓ અંગે નિર્ણય જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. પોલેન્ડ અને રોમાનિયા જેવા પડોશી દેશોમાં પણ આગળ શું કરવું તે અંગે ખુલ્લા પ્રવેશ વિકલ્પો છે. પૈસાના ઊંચા ખર્ચને કારણે કેટલાક વિદ્યાર્થીઓ હવે તે દેશોમાં જવા તૈયાર નથી.


Education Loan Information:

Calculate Education Loan EMI