SAI Recruitment 2022: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, SAIમા મસાજ થેરાપિસ્ટ પદો પર મોટી ભરતી બહાર પડી છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 15 જુલાઇથી શરૂ થઇ છે અને અંતિમ તારીખ 6 ઓગસ્ટ, 2022 છે. આ પદો પર અરજી કરવા ઇચુછુક અને યોગ્ય ઉમેદવાર અધિકારિક વેબસાઇટ sportsauthorityofindia.nic.in પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 104 પદો પર ભરતી કરવામાં આવશે. 

વેકેન્સી ડિટેલ્સ - ભરતી પ્રક્રિયાના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં મસાજ થેરાપિસ્ટના કુલ 104 પદો ભરવામાં આવશે, જેમાં 44 પદ બિનઅનામત છે. વળી ઓબીસી માટે 27, એસસી માટે 15, એસટી માટે 7 તથા ઇડબલ્યૂએસ માટે 10 પદ અનામત છે. 

શૈક્ષણિત યોગ્યતા - આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની શૈક્ષણિત યોગ્યતા 10મુ પાસ સાથે મસાજ થેરાપિસ્ટનુ સર્ટિફિકેટ રાખનારા ઉમેદવારો જ આ પદો પર અરજી કરી શકે છે. સાથે જ રમતના ક્ષેત્રનો પણ અનુભવ હોવો જોઇએ.

ઉંમર મર્યાદા - મેક્સિમમ 35 વર્ષ સુધીના ઉમેદવાર પદો માટે અરજી કરી શકે છે. આમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે. 

કઇ રીતે કરશો અરજી - અરજી કરવા માટે ઉમેદવારોને નિર્ધારિત ફોર્મેટમાં એપ્લીકેશન ફોર્મ ભરીને recruitment.massagetherapist@gmail.com પર મેઇલ કરવો પડશે. 

પસંદગી પ્રક્રિયા - લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂના આધાર પર પદો પર ઉમેદવારોની પસંદગી કરવામા આવશે. પરીક્ષા 100 માર્ક્સની હશે, જેમાં બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે, પરીક્ષા તારીખ બાદમાં જાહેર કરવામાં આવેશે.

સેલેરી ડિટેલ્સ - નૉટિફિકેશન અનુસાર, ઉમેદવારને દરમહિને 35 હજાર રૂપિયાનો પગાર મળશે. 

 

આ પણ વાંચો.........

India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા છોડશે સાથ

Petrol Diesel Prices: ક્રૂડ ઓઈલ ફરી 100 ડોલરની નીચે, જાણો આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર થયો?

Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?

Lumpy Virus: શું ગાયોના મોતના આંકડા છૂપાવી રહી છે સરકાર? સહાયને લઈને પાલ આંબલિયાએ કોર્ટમાં જવાની આપી ચિમકી


Education Loan Information:

Calculate Education Loan EMI